દિલ્હી સામે કરારી હાર બાદ પંજાબના કેપ્ટન અશ્વિનને મળી મોટી 'સજા'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 08:07:10
  • Views : 566
  • Modified Date : 2019-04-21 08:07:10

આઈપીએલ સીઝન 12માં શનિવારે દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર રમાયેલી મેચમાં મેજબાન દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને 5 વિકેટથી હરાવીને છઠ્ઠી જીત મેળવી છે. જોકે, દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પંજાબને પહેલા બેટિંગ કરવા કહ્યું  હતું  જેમાં  ક્રિસ ગેલની 37 બોલ પર 6 ફોર તથા 5 સિક્સરની મદદથી રમેલી 69 રનની ધમાકેદાર ઇનિંગના કારણે દિલ્હીની સામે જીત માટે 164 રનનો લક્ષ્ય રાખ્યો હતો .  દિલ્હી કેપિટલ્સે બે બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટે આ મેચ જીતી લીધી. દિલ્‍હી માટે શિખર ધવને 56 તો કેપ્ટન શ્રેયસ ઐય્યરે નોટઆઉટ 58 રનની ઇનિંગ રમી.પરંતુ આ હાર બાદ મેચ રેફરીએ પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિનને સજા ફટકારતા દુ:ખ બેગણું થઈ ગયું. દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ પંજાબની ટીમને સ્લો ઓવર રેટના દોષી જાણતા મેચ રેફરીએ કોડ ઓફ કન્ડક્ટના આધારે કાર્યવાહી કરતાં કેપ્ટન અશ્વિન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમ, આ સીઝનમાં પહેલીવાર પંજાબ ટીમ પર આ પ્રકારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News