ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને ન્યૂઝીલેન્ડે હરાવ્યું : કાંગારુઓ 111 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-22 16:21:43
  • Views : 212
  • Modified Date : 2022-10-22 16:21:43

    T20 વર્લ્ડ કપની સુપર-12 મેચનો પ્રારંભ આજથી થઈ ગયો છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટૂર્નામેન્ટનો સંગીન પ્રારંભ કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને શરૂઆત કરીને જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને માત્ર 111 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. સાઉધી અને સેન્ટનરે 3-3 વિકેટ ઝડપીને તરખાટ મચાવીને ઓસ્ટ્રેલિયાને શરૂઆતથી જ બેકફૂટ ઉપર નાખી દીધુ હતુ. તો ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ લીધી હતી અને લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ગ્લેન મેક્સવેલે 20 બોલમાં 28 રન કર્યા હતા. તો પૈટ કમિન્સે 21 રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઈ કાંગારુઓ બેટર્સ ચાલ્યા નહોતા. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 23, ગ્લેન ફિલિપ્સે 12 અને જેમ્સ નીશમે 26 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાથી જોશ હેઝલવુડે બે અને એડમ ઝમ્પાએ એક વિકેટ લીધી હતી.

 

Download Our B K News Today App



Related News