ડેવિડ વોર્નર અને એલિસ પેરીને ઓસ્ટ્રેલિયના સર્વશ્રેઠ ક્રિકેટરનો એવોર્ડ એનાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 13:00:06
  • Views : 486
  • Modified Date : 2020-02-12 13:00:06

ડાબેરી ઓપનર ડેવિડ વોર્નરને સોમવારે ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટ એવોર્ડ એલન બોર્ડર મેડલ અને એલિસ પેરીને બેલિંડા ક્લાર્ક મેડલ અપાયો હતો. આઇસીસી દ્વારા જારી  કરાયેલા એક નિવેદનના અનુસાર, એલિસા હેલીની પસંદગી ઓસ્ટ્રેલિયાની વનડે અને ટી 20 વિમેન્સ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ માટે કરવામાં આવી છે.પુરૂષ ખેલાડી માર્નસ લબુષણને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારી મહિલા ક્રિકેટરોને બેલિંડા ક્લાર્ક મેડલ આપવામાં આવે છે અને પુરુષ ક્રિકેટરને એલન બોર્ડર એવોર્ડથી નવાજવામાં અકીલા આવે છે. વોર્નરને 2016 અને 2017 માં એવોર્ડ મળ્યો હતો જ્યારે પેરીએ 2018માં એવોર્ડ મેળવ્યો હતો.ગયા વર્ષે રોહિત શર્મા (888 રન) પછી વર્લ્ડકપમાં બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર વોર્નર હતો.તેણે 647 રન બનાવ્યા હતા.આ ઉપરાંત ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર લબુષણને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. તેણે 15 ઇનિંગ્સમાં 1249 રન બનાવ્યા છે.

Download Our B K News Today App



Related News