કાયરન પોલાર્ડની અપીલ પર શ્રીલંકાના દનુષ્કા ગુનાથિલકાને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ અપાયો; વિન્ડીઝના પૂર્વ કપ્તાન ડેરેન સેમીએ કહ્યું, હું અપીલ ન કરત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 12:51:02
  • Views : 359
  • Modified Date : 2021-03-11 12:51:02

    શ્રીલંકાના બેટ્સમેન દનુષ્કા ગુનાથિલકાને ગઈકાલે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ આપવામાં આવ્યો હતો. આ અંગે અત્યારે સમગ્ર ક્રિકેટ ફ્રેટર્નીટીમાં બહુ ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ટોમ મૂડીએ કહ્યું કે, ગુનાથિલકાનો હેતુ ફિલ્ડિંગમાં અવરોધ ઊભો કરવાનો નહોતો. જ્યારે વિન્ડીઝના પૂર્વ કપ્તાન ડેરેન સેમીએ કહ્યું કે, હું અપીલ જ ન કરત. દનુષ્કાએ જાણીજોઈને અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો નહતો.

    શ્રીલંકન ઇનિંગ્સની 21મી ઓવરમાં કાયરન પોલાર્ડની બોલિંગમાં દનુષ્કા એક રન લેવા આગળ વધ્યો હતો. પરંતુ બોલ ક્રિઝથી બહુ દૂર નહોતો. તે ક્રિઝ પર પરત ફરવા પાછળની તરફ દોડ્યો અને બોલ તેના પગને અડીને ફિલ્ડરની પહોંચથી દૂર જતો રહ્યો. પોલાર્ડ અને હેડન જુનિયર રનઆઉટ કરવા આવેલા પરંતુ દનુષ્કાને પગથી ડિફ્લેક્ટ થઈને બોલ દૂર જતો રહ્યો હતો. તેથી વિન્ડીઝે અપીલ કરી અને થર્ડ અમ્પાયરે વીડિયો જોયા બાદ દનુષ્કાને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ આઉટ આપ્યો હતો.ICC પ્લેઈંગ કન્ડિશન 37.1.1માં કહેવામાં આવ્યું છે કે, એક બેટ્સમેન ફિલ્ડમાં અવરોધ ઊભો કરે તો તેને આઉટ આપવામાં આવી શકે છે. નિયમ પ્રમાણે અમ્પાયરને જો લાગતું હોય કે બેટ્સમેન જાણીજોઈને ફિલ્ડિંગમાં અવરોધ ઊભો કરે છે તો તેને આઉટ આપવામાં આવી શકાય છે.

Download Our B K News Today App



Related News