શિખર ધવનના કરિયર પર સંકટ સિલેક્ટરોએ અચાનક કાયમ માટે પડતો મૂકી દીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-11 16:51:59
  • Views : 532
  • Modified Date : 2023-01-11 16:51:59

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ મોટા પરિવર્તનનો થઈ રહ્યા છે. આ સમયે ભારતમાં રમાનાર વનડે વર્લ્ડકપની તૈયારી પુરજોશમાં થઈ રહી છે. ટીમમાં સતત ખેલાડીઓમાં ફેરફાર ચાલુ છે. શ્રીલંકા સામે આજથી શરુ થઈ રહેલી વનડે સીરીઝમાં યુવા ચહેરાનો જ જલવો જોવા મળશે. આ ઉપરાંત સિલેક્ટર્સે એક એવા ખેલાડીને ટીમના બહારનો રસ્તો બતાવી દીધો હતો કે તે બે વર્ષ પહેલા સુધી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. 

ભારતના ઓપનર શિખર ધવનને શ્રીલંકા સીરીઝમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. શિખર ધવનને પહેલાથી જ ટેસ્ટ અને T20 ટીમમાંથી પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સાથે જ હવે શિખર ધવનના કરિયર પર સંકટ તોળાઈ રહ્યું છે. બીસીસીઆઈના આગામી વર્લ્ડકપ પ્લાનમાં ઈશાન કિશન અને શુભમન ગિલ જેવા યુવા ચહેરાઓ સામેલ છે. હવે ધવન માટે ટીમમાં ફરી સમાવેશ થવાની રાહ જોવી ખુબ જ મુશ્કેલ છે.

જો કે શિખર ધવનનું પરફોન્સ છેલ્લા ઘણા સમયથી ખુબ જ ખરાબ રહ્યુ છે. તેણે છેલ્લી 5 વનડેમાં ફક્ત 49 રન જ બનાવ્યા છે. તેમની 5 વનડે ઈંનિગનો સ્કોર 3,8,7,28 અને 3 રહ્યો છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના સૌથી આધારસ્તંભ બેટ્સમેન તરીકે ઓળખાયેલા ધવનનો હવે ભારતમાં રમાનાર વનડે વર્લ્ડકપમાં રમવું ખુબ જ મુશકેલ બનશે. શ્રીલંકા ઉપરાંત આગામી ન્યૂઝિલેન્ડ સામેની સીરીઝમાં પણ સિલેક્ટ થવુ મુશ્કેલ બની રહ્યું  છે.

શિખર ધવન માટે ગયું વર્ષ પણ ખુબ જ ખરાબ ગયું હતું. વર્ષ 2022માં 22 વનડે મેચમાં તેણે 688 રન જ કર્યા હતા. આ દરમિયાન તેણે એક પણ સદી ફટકારી ન હતી. જો કે ધવન તે દરમિયાન 6 ફિફ્ટી લગાવી શક્યો હતો. બીજી તરફ તેણે એક પણ સદી ફટકારી ન હતી. ધવનને તેના કરિયરમાં કુલ 167 વનડે મેચ રમ્યો છે જેમાં તેણે કુલ 6783 રન બનાવ્યા છે. તેણે 34 ટેસ્ટ રમીને 2315 રન કર્યા છે. આ ઉપરાંત 68 ટી20માં 1759 રન પણ કર્યા હતા.

Download Our B K News Today App



Related News