ચેન્નાઇની હાર થતા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 08:47:49
  • Views : 829
  • Modified Date : 2019-04-05 08:54:43

ચેન્નાઇની હાર થતા પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને

આજે ઇÂન્ડયમ પ્રિમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે જારદાર જંગ ખેલાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગલોરની ટીમ કોઇ મેચ હજુ સુધી જીતી શકી નથી. બીજી બાજુ છેલ્લી મેચમાં ચેન્નાઇની પણ હાર થઇ છે. જેથી તેની જીતનો સિલસિલો રોકાઇ ગયો છે.  ઇÂન્ડયન પ્રિમિયર લીગની રોમાંચક શરૂઆત થયા બાદથી એક પછી એક રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હજુ સુધી કેટલીક ટીમોનો દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નથી જ્યારે ચેન્નાઈ સુપરે હંમેશાની જેમ જ જારદાર દેખાવ જારી રાખ્યો છે.  પોઇન્ટ ટેબલમાં તે બીજા સ્થાન પર છે.  આઈપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ તબક્કામાં શ્રેણીબદ્ધ મેચો રમાશે. ત્યારબાદ આગામી તબક્કો શરૂ થશે. આઈપીએલમાં ઉભરતા યુવા ખેલાડીઓને શાનદાર દેખાવ કરવાની તક રહેલી છે. સાથે સાથે દુનિયાભરમાં વિતેલા વર્ષોમાં છવાયેલા ખેલાડીઓ પણ પોતાની તાકાત દર્શાવી રહ્યા છે જેમાં ક્રિસ ગેઇલ, ડેવિડ વોર્નર, મહેન્દ્રસિંહ ધોનીનો સમાવેશ થાય છે. બીજી બાજુ વિરાટ કોહલીની બેંગ્લોરની ટીમ અપેક્ષા મુજબ દેખાવ કરી શકી નથી અને તેની હજુ સુધી પ્રારંભિક મેચોમાં હાર થઇ છે. જા કે, હજુ વાપસી કરવાની તક રહેલી છે પરંતુ પોઇન્ટ ટેબલમાં હાલમાં છેલ્લા ક્રમાંક ઉપર આ ટીમ રહેલી છે.
આઈપીએલ પોઇન્ટ ટેબલ
ટીમ    મેચ    જીત    હાર    પોઈન્ટ    રનરેટ
કિંગ્સ ઇલેવન પંજાબ    ૪    ૩    ૧    ૬    ૦.૧૬૪
ચેન્નાઈ સુપર કિંગ્સ    ૪    ૩    ૧    ૬    -૦.૦૮૪
સનરાઈઝ હૈદરાબાદ    ૩    ૨    ૧    ૪    ૨.૧૧૧
કોલકાતા નાઇટ રાઇડર્સ    ૩    ૨    ૧    ૪    ૦.૫૫૫
દિલ્હી કેપિટલ    ૪    ૨    ૨    ૪    ૦.૨૧૫
મુંબઇ ઇÂન્ડયન્સ    ૪    ૨    ૨    ૪    -૦.૦૮૭
રાજસ્થાન રોયલ્સ    ૪    ૧    ૩    ૨    -૦.૩૩૩
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર    ૪    ૦    ૪    ૦    -૧.૯૦૧

Download Our B K News Today App



Related News