ચેમ્પિયન્સ લીગની આજથી શરૂઆત, વિજેતાને 632 કરોડ રૂપિયા મળશે, ફિફા વર્લ્ડ કપથી 143% વધારે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 15:17:32
  • Views : 493
  • Modified Date : 2019-09-17 15:17:32

યુરોપની સૌથી મોટી ફૂટબોલ ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ લીગની આજથી શરૂઆત થઇ રહી છે. આ દુનિયાની સૌથી મોટી ફૂટબોલ લીગ છે. 64 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે. ચેમ્પિયન બનનાર ટીમને લગભગ 632 કરોડ રૂપિયા મળશે. આ રાશિ ફૂટબોલ જીતનાર ફ્રાન્સની ટીમ કરતાં 143% વધારે છે. ફ્રાન્સને ગયા વર્ષે ફૂટબોલ જીતવા માટે 260 કરોડ રૂપિયા મળ્યા હતા. આગામી ફાઇનલ 20 મે 2020ના રોજ ઇન્સ્તાબુલ ખાતે રમાશે.સ્પેનના ક્લબે સૌથી વધુ વાર ટાઇટલ જીત્યુંઅત્યાર સુધીમાં સ્પેનના ક્લબે 18 વાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ સૂચિમાં તે પ્રથમ સ્થાને છે. સ્પેનિશ ક્લબ 11 ફાઇનલ હાર્યું છે. બીજા સ્થાને ઇંગ્લેન્ડ છે. તેની ક્લબ 13 વાર ચેમ્પિયન બન્યું છે. તેમજ તેણે 9 વાર ફાઇનલમાં હારનો સામનો કર્યો છે. ત્રીજા સ્થાને ઇટાલી છે. તેનું ક્લબ 12 વાર ચેમ્પિયન બન્યું અને 16 વાર ફાઇનલ હાર્યું છે.રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ માટે 105 ગોલ કર્યાટૂર્નામેન્ટના ઓલટાઈમ ટોપ સ્કોરર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 162 મેચમાં 126 ગોલ કર્યા છે. તેણે તેમાંથી 105 ગોલ રિયલ મેડ્રિડ માટે કર્યા છે. 15 ગોલ મૅન્ચેસ્ટર યુનાઇટેડ અને 6 ગોલ યુવેન્ટ્સ માટે કર્યા છે. બીજા સ્થાને બાર્સેલોનાનો લિયોનલ મેસી છે. તેણે 135 મેચમાં 112 ગોલ કર્યા છે. ખેલાડી તરીકે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા રોનાલ્ડો 5 વાર ચેમ્પિયન્સ લીગ જીતનાર ટીમનો સદસ્ય રહ્યો છે. તે આ સૂચિમાં બીજા સ્થાને છે. ખેલાડી તરીકે સ્પેનના પાકો જેન્ટોએ સૌથી વધુ 6 વખત ટાઇટલ જીત્યું છે. લિયોનલ મેસીએ 4 વખત પોતાના ક્લબને ટાઇટલ જીતાડ્યુ છે. બાર્સેલોના છેલ્લે 2015માં ચેમ્પિયન્સ લીગ જીત્યું હતું. ગઈ સીઝનની સેમિફાઇનલમાં તે લિવરપૂલ સામે હાર્યું હતું.

Download Our B K News Today App



Related News