ચેમ્પિયન્સ લીગ: 60 મહિનાથી લિવરપૂલ ઘરઆંગણે નથી હાર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:47:52
  • Views : 454
  • Modified Date : 2019-10-04 13:47:52

ડિફેન્ડિંગ ચેમ્પિયન લિવરપૂલ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં બુધવારે રાત્રે 4-3થી જીતી. ક્લબ રેડ બુલ સાલ્ઝબર્ગ વિરુદ્ધ ઈંગ્લિશ ક્લબ લિવરપૂલ 39મી મિનિટ સુધી 3-0થી આગળ હતું, પરંતુ સાલ્ઝબર્ગે સતત ત્રણ ગોલ કરીને બરાબરી કરી લીધી. લિવરપૂલના સાલાહે 69મી મિનિટમાં ગોલ કરીને ટીમને જીત અપાવી. લિવરપૂલ ઘરેલુ મેદાન એનફિલ્ડ પર યુરોપિયન ટુર્નામેન્ટમાં 22 મેચ, 60 મહિનામાં એક પણ મેચ નથી હાર્યું.સુઆરેઝના બે ગોલથી બાર્સિલોના 2-1થી જીત્યું. બાર્સિલોનાએ ઈન્ટર મિલાનને 2-1થી હરાવી. બાર્સિલોના તરફથી બંને ગોલ લુઈસ સુઆરેઝે કર્યા, જ્યારે ઈન્ટર મિલાન તરફથી એકમાત્ર ગોલ લોટેરો માર્ટિનેઝે કર્યો. આ દરમિયાન ઈંગ્લિશ ક્લબ ચેલ્સીએ ફ્રેન્ચ ક્લબ લિલીને 2-1થી હગરાવી. લિલીના ઘરેલુ મેદાન પર ચેલ્સી તરફથી ટેમી અબ્રાહમ, વિલિયને ગોલ કર્યા. લિલી માટે વિક્ટર ઓસિમહેને ગોલ કર્યો. અન્ય ગ્રૂપ મેચમાં અયોક્સે વેલેન્સિયાને 3-0, જેનિટે બેનફિફાને 3-1થી હરાવ્યું હતું.

Download Our B K News Today App



Related News