પ્રેક્ટિસ માટે મેદાનમાં ઉતર્યો કેપ્ટન કોહલી, કહ્યું- નવા અઠવાડિયામાં નવા ફોર્મેટ સાથે એક જ મિશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 13:05:40
  • Views : 331
  • Modified Date : 2021-03-11 13:05:40

    ટેસ્ટ શ્રેણી જીત્યા પછી હવે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે T-20 શ્રેણી પોતાના નામે કરવા તૈયારી કરી રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત બાકીના ખેલાડીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા. કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી.

    કોહલીએ લખ્યું કે, નવા અઠવાડિયામાં નવા ફોર્મેટ સાથે એક જ મિશન (જીત) છે. ચાલો આ કરીને બતાવીએ. ફોટોઝમાં કોહલીની સાથે રાહુલ તેવટિયા, ભુવનેશ્વર કુમાર અને શ્રેયસ ઐયર પણ દેખાયા હતા. કોહલીએ બેટિંગ અને ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરી.ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 12 માર્ચથી 5 T-20ની શ્રેણી રમવાની છે. બધી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. શ્રેણીની બીજી મેચ 14, ત્રીજી મેચ 16, ચોથી 18 અને અંતિમ મેચ 20 માર્ચે રમાશે.

    મહેમાન ટીમ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી 3-1થી હારી હતી. આ હારનો બદલો હવે તે T-20 અને વનડે શ્રેણીમાં લેવા માગશે. જ્યારે ટીમ ઇન્ડિયા આ બંને શ્રેણી પણ જીતવા માગશે. ટેસ્ટ શ્રેણી જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે, જ્યાં તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે સાઉથહેમ્પટનમાં થશે. આ મેચ 18થી 22 જૂન દરમિયાન રમાશે.


Download Our B K News Today App



Related News