બાઉલ્ટ-ગ્રેન્ડહોમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 17:42:09
  • Views : 473
  • Modified Date : 2019-12-06 17:42:09

ન્યુજીલેંડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને ઓલરાઉન્ડર કોલિન ગ્રાન્ડહોમ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા જશે. કિવિ ટીમની મેડિકલ ટીમે બંનેને ઓસ્ટ્રેલિયા જવા માટે  મંજૂરી આપી છે.જેમાં બાઉલ્ટ સાઇડ સ્ટ્રેન અને ગ્રાન્ડહોમ પેટના સ્તરના કારણે ઇંગ્લેન્ડ સાથે હેમિલ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં રમી શક્યા નહતા. આ ઈજાને કારણે તે બંનેનું ઓસ્ટ્રેલિયા પ્રવાસ જવાનું પણ સુનિશ્ચિત થયેલ ન હતું. પરંતુ તે બંને ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ જતાં હવે મેડિકલ ટીમે બંનેને લીલીઝંડી આપી છે.આમ બંને ખેલાડીઓએ શુક્રવારે  માઉન્ટ મૌનગુની ખાતે આયોજિત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો અને હવે તેઓ શનિવારે ટીમ સાથે પર્થ માટે રવાના થશે.જેમાં બંને ટીમો  12 ડિસેમ્બરથી ડે-નાઈટ ટેસ્ટ રમશે.

Download Our B K News Today App



Related News