US નેવી ઓફિસરે ‘સ્વદેસ’ ફિલ્મનું ‘યે જો દેશ હૈ તેરા સોંગ’ ગાયું, શાહરૂખ ખાન બોલ્યો, ‘જૂની યાદો તાજી થઈ ગઈ’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-30 16:41:27
  • Views : 457
  • Modified Date : 2021-03-30 16:41:27

    છેલ્લા બે દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં US નેવી બેન્ડના અમુક ઓફિસર યુનિફોર્મમાં ઊભા રહી બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેસ’નું સોંગ ‘યે જો દેશ હૈ તેરા, સ્વદેસ હૈ મેરા’ ગાઈ રહ્યા છે. આ વીડિયો જોઇને શાહરૂખે રિએકશન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, જૂની યાદો તાજી થઈ ગઈ. સાથે જ તેણે સ્વદેસ ફિલ્મ સાથે જોડાયેલા લોકોનો આભાર પણ માન્યો.

    શાહરુખ ખાને પોસ્ટ શેર કરીને લખ્યું, ‘આ વીડિયો શેર કરવા માટે તરનજીત સિંહ સંધુ સર, તમારો આભાર. આ ખૂબ સુંદર છે. પહેલાંનો સમય યાદ આવી ગયો. ફિલ્મના ડિરેક્ટર આશુતોષ ગોવા રિકર, પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા, મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન અને ફિલ્મ સાથે જોડાયેલા અન્ય દરેક લોકોનો આભાર.’આ વીડિયો અમેરિકન નેવીના ચીફ એમ ગિલ્ડે અને ભારતીય રાજદૂત તરનજીત સિંહ સિંધુની ડિનર પાર્ટીનો છે. સ્વદેસ ફિલ્મનાં આ સોંગને મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર એઆર રહેમાને કમ્પોઝ કર્યું હતું.

Download Our B K News Today App



Related News