બુમરાહે ઈતિહાસ સર્જયો, ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 13:24:31
  • Views : 575
  • Modified Date : 2019-09-01 13:24:31

વેસ્ટ ઈન્ડિઝના સબિના પાર્કમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહે બીજા દિવસે તરખાટ મચાવ્યો હતો.

બુમરાહે હેટ્રિક સાથે 6 વિકેટ ઝડપ્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝ 87 રનમાં જ 7 વિકેટ ગુમાવીને કફોડી સ્થિતિમાં મુકાઈ ગયુ છે.

જસપ્રીત બુમરાએ હેટ્રિક ઝડપીને ઈતિહાસ સર્જયો છે. ટેસ્ટ ક્રિકેટમાં હરભજન સિંહ અને ઈરફાન પઠાણ બાદ હેટ્રિક લેનાર તે ત્રીજો બોલર બન્યો છે.

બુમરાહે ચોથી ઓવરમાં ડેરેન બ્રાવો, શમર બ્રૂક્સ અને રોસ્ટન ચેસને પેવેલિનય ભેગા કરીને હેટ્રિક મેળવી હતી. આ પહેલા પહેલી ઓવરમાં જોહન કેમ્પબેલને આઉટ કર્યો હતો.

દિવસની રમતના અંતે બુમરાહે 9.1 ઓવરમાં 16 રન આપીને 6 વિકેટો ઝડપી હતી. જેમાં ત્રણ મેડન પણ સામેલ હતી.

આ પહેલા ભારતની ટીમ 416 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારત વતી હનુમા વિહારીએ પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે 111 રન બનાવ્યા હતા.


Download Our B K News Today App



Related News