ભારતની ટૂર્નામેન્ટમાં સાતમી જીત, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું; રોહિત-રાહુલે સદી ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 12:36:09
  • Views : 479
  • Modified Date : 2019-07-07 12:36:09

વર્લ્ડ કપની 44મી મેચમાં લીડ્સ ખાતે ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. 265 રનનો પીછો કરતા ભારતે 39 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. ઓપનર્સ રોહિત શર્મા અને લોકેશ રાહુલે ધમાકેદાર શરૂઆત અપાવતા 30.1 ઓવરમાં 189 રન જોડ્યા હતા. રોહિતે ટૂર્નામેન્ટની પાંચમી સદી ફટકારતાં 94 બોલમાં 14 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 103 રન કર્યા હતા. જયારે રાહુલે 118 બોલમાં 11 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 111 રન કર્યા હતા. તે ઉપરાંત વિરાટ કોહલીએ અણનમ 34 રન કર્યા હતા. આ જીત સાથે ભારતે લીગ રાઉન્ડની 9માંથી 7 મેચ જીતી હતી, એક હાર હતી અને એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું.ર્લ્ડ કપમાં સૌથી વધુ સદી (100/ઇનિંગ્સ):6/16 રોહિત શર્મા6/44 સચિન તેંડુલકર5/42 રિકી પોન્ટિંગ5/35 કુમાર સંગાકારાઆઈસીસીની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી:5 રોહિત શર્મા (વર્લ્ડ કપ 2019)4 કુમાર સંગાકારા(વર્લ્ડ કપ 2015)વનડેમાં એક વિરોધી સામે સૌથી વધુ જીત91 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ91 ઇન્ડિયા વિરુદ્ધ શ્રીલંકા90 પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા82 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડવર્લ્ડ કપની એક જ મેચમાં બંને ઓપનર્સની સદી:દિલશાન-થરંગા વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 2011દિલશાન-થરંગા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2011રોહિત-રાહુલ વિરુદ્ધ શ્રીલંકા, 2019

Download Our B K News Today App



Related News