ભારતના નવ વિકેટે ૪૯૭ રન રોહિતની બેવડી સદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 12:02:53
  • Views : 452
  • Modified Date : 2019-10-21 12:02:53

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચી ટેસ્ટમાં ભારતની Âસ્થતિ અતિ મજબૂત બની ગઈ છે. રોહિત શર્માની બેવડી સદી બાદ રહાણેએ પણ સદી ફટકારી હતી. પ્રથમ દિવસે હિટમેન રોહિત શર્માએ તોફાની સદી ફટકાર્યા બાદ આજે બીજા દિવસે બેવડી સદી પુરી કરી હતી. બીજા દિવસે રહાણેએ પણ ટેસ્ટ કેરિયરની ૧૧મી સદી પુરી કરી હતી. આ વર્ષમાં તેની આ બીજી સદી છે. રોહિત શર્મા અને રહાણેએ શાનદાર બેટિંગ જારી રાખીને ઉલ્લેખનીય ભાગીદારી નોંધાવી હતી. ત્રણ વર્ષના ગાળા બાદ સ્થાનિક મેદાન પર રહાણેએ ટેસ્ટ સદી ફટકારી હતી. રહાણેએ છેલ્લે ભારતમાં ઓક્ટોબર ૨૦૧૬માં સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડની સામે ઇન્દોરના હોલ્કર મેદાન પર આ સદી ફટકારી હતી જેમાં ૧૮૮ રનની ઇનિંગ્સ રમી હતી. આ ભારતીય મેદાન પર તેની ટેસ્ટ કેરિયરની ચોથી સદી હતી જ્યારે આફ્રિકા સામે આ તેની ત્રીજી ટેસ્ટ સદી છે. રહાણેએ ૧૦૦મો રન ૬૯મી ઓવરના પ્રથમ બોલ પર એક રન લઇને પુરી કરી હતી. ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમત બંધ રહી ત્યારે રોહિત શર્મા ૧૧૭ અને રહાણે ૮૩ રન સાથે રમતમાં હતા. બંનેએ આજે ઇનિંગ્સને આગળ વધારી હતી. ભારતે પ્રથમ સત્રમાં ગઇકાલે ત્રણ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી પરંતુ આજે પણ બંને બેટ્‌સમેનોએ ધરખમ બેટિંગ જારી રાખી હતી. રોહિત શર્માએ ૨૧૨ રન બનાવ્યા હતા જેમાં ૨૮ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે જ્યારે રહાણેએ ૧૧૫ રન કર્યા હતા જેમાં ૧૭ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ બંને બેટ્‌સમેનોની બેટિંગ સામે આફ્રિકાના બોલરો ફ્લોપ રહ્યા હતા. રોહિત શર્મા વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં જારદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તે વર્તમાન શ્રેણીમાં ધરખમ દેખાવના કારણે કેટલાક રેકોર્ડ પોતાના નામ ઉપર કરી ચુક્યો છે. રોહિત શર્માએ આજે બેવડી સદી પુરી કરીને પણ કેટલાક રેકોર્ડ વધુ  પોતાના નામ ઉપર કર્યા હતા. આફ્રિકાના બોલરોને આજે બીજા દિવસે પણ કોઇ ઉલ્લેખનીય સફળતા મળી ન હતી. આજે બીજા દિવસે પણ મેચને વહેલીતકે બંધ કરવાની ફરજ પડી હતી. આઈસીસી ટેસ્ટ ચેÂમ્પયનશીપમાં ભારતના પ્રથમ દાવમાં ૯ વિકેટે ૪૯૭ રન દાવ ડિકલેરના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે આફ્રિકાએ બે વિકેટે નવ રન કર્યા હતા. પ્રવાસી આફ્રિકાની ટીમ ૪૮૮ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. તે જાતા આવતીકાલે ત્રીજા દિવસે આફ્રિકાની ટીમ ઉપર ફરી એકવાર ફોલોઓનનું સંકટ તોળાઈ રહ્યું છે. શરૂઆતની બંને ટેસ્ટ મેચોમાં ભારતે મોટા અંતરથી જીત મેળવ્યા બાદ વર્તમાન શ્રેણી ૩-૦થી જીતવા માટે ભારતીય ટીમ સંપૂર્ણપણે સજ્જ છે. આવતીકાલની રમત આફ્રિકા માટે નિર્ણાયક રહી શકે છે. જા કે, ભારતીય બોલરોના દેખાવને જાતા આફ્રિકાના બેટ્‌સમેનો મેદાનમાં વધારે સમય સુધી ટકી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પ્રથમ દિવસે ખરાબ પ્રકારના કારણે મેચને વહેલીતકે રોકવામાં આવી હતી. રોહિત શર્માએ આજે બેવડી સદી પણ છગ્ગા સાથે પુરી કરી હતી. તેના ધરખમ દેખાવથી ક્રિકેટ ચાહકો રોમાંચિત બનેલા છે. બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલી ગઇકાલે પ્રથમ દિવસે સસ્તામાં આઉટ થયો હતો.

Download Our B K News Today App



Related News