બંગાળ રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 12:38:06
  • Views : 494
  • Modified Date : 2020-03-03 12:38:06

બંગાળે રણજી ટ્રોફી 2019-20ની સેમિફાઇનલમાં કર્ણાટકને પોતાના ઘરઆંગણે ઈડન ગાર્ડન્સ કોલકાતામાં 174 રને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આમ બંગાળ 2006-07ની સીઝન પછી પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું છે. ત્યારે તે મુંબઈ સામે હારી ગયું હતું. ત્યારે હવે મનોજ તિવારીની નજર 1989 પછી પહેલીવાર બંગાળને ચેમ્પિયન બનાવવા પર રહેશે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બંગાળે અનુસ્તૂપ મજુમદારના 157 રન થકી 312 રન કર્યા હતા. ત્યારે તેના જવાબમાં કર્ણાટક માટે મોરે અને મિથુને 3-3 વિકેટ લીધી હતી.કર્ણાટકની ટીમ 122 રનમાં ઓલઆઉટ થતા બંગાળને 190 રનની લીડ મળી હતી. તે પછી બંગાળે બીજા દાવમાં 161 રન કર્યા હતા અને મહેમાન ટીમને 352 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.પરંતુ રનચેઝમાં કર્ણાટક 177 રનમાં તંબુભેગું થયું હતું. બંગાળ માટે પ્રથમ દાવમાં ઈશાન પોરેલે 5 અને બીજા દાવમાં મુકેશ કુમારે 6 વિકેટ લીધી હતી. મેચમાં 190 રન કરનાર મજુમદાર મેન ઓફ ધ મેચ બન્યો હતો.કર્ણાટકના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલ, મનીષ પાંડે અને કરુણ નાયર બેટ વડે નિષ્ફ્ળ રહ્યા હતા. રાહુલે 26 અને 0, પાંડેએ 12 અને 12, જ્યારે નાયરે 3 અને 6 રન કર્યા હતા. બંગાળ ફાઇનલમાં 9 માર્ચે સૌરાષ્ટ્ર/ ગુજરાતના વિજેતા સામે ટકરાશે. 

Download Our B K News Today App



Related News