IPL 2020 પહેલા જયદેવ ઉનડકટનું ધમાકેદાર પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 11:00:22
  • Views : 714
  • Modified Date : 2020-03-07 11:00:22

IPL 2020નાં શરૂ થવામાં વધારે સમય નથી.ત્યારે આઈપીએલનો પ્રથમ મુકાબલો 29 માર્ચે રમાશે. આ મુકાબલા પહેલા રાજસ્થાન રોયલ્સનાં ઝડપી બોલર જયદેવ ઉનડકટે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં જયદેવ ઉનડકટે 10 વિકેટ લેતા રણજી ટ્રોફીની સેમીફાઈનલ મુકાબલામાં ગુજરાતને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમ 9 માર્ચે બે વખતની ચેમ્પિયન બંગાળ વિરુદ્ધ રણજી ટ્રોફીનો ફાઈનલ મુકાબલો રમશે.જયદેવ ઉનડકટે પોતાના પ્રદર્શનનાં દમ પર એક રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે.આ ઝડપી બોલર રણજી ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો છે. જયદેવે આ ટૂનામેન્ટમાં અત્યારસુધી 65 વિકેટ ઝડપી છે.આ પહેલા આ રેકોર્ડ કર્ણાટકનાં દોડ્ડા ગણેશના નામે હતો. જેમણે વર્ષ 1998-99માં 62 વિકેટ ઝડપી હતી. ત્યારે રણજીની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનાં મામલમાં બોલર બિશનસિંહ બેદીને પણ પાછળ પાડી દીધા છે. તેમણે 64 વિકેટ ઝડપી છે.ત્યારે જયદેવ ઉનડકટ રણજીમાં સૌથી વધુ વિકેટ લેવાનાં રેકોર્ડથી માત્ર 4 વિકેટથી દૂર છે.બિહારની સ્પિનર આશુતોષ અમન છે. જેમણે વર્ષ 2018-19નાં સત્રમાં 68 વિકેટ ઝડપી હતી.ત્યારે હવે આ રેકોર્ડ તોડવા માટે જયદેવ પાસે સોનેરી તક છે.ત્યારે હવે રણજીની ફાઈનલમાં બે શ્રેષ્ઠ ટીમોની ટક્કર પણ જોવા મળશે.

Download Our B K News Today App



Related News