બીસીસીઆઇ દ્વારા બે નવા સિલેક્ટર માટે 44 અરજીઓ કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-18 13:35:36
  • Views : 544
  • Modified Date : 2020-02-18 13:35:36

BCCIની ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC) મહિનાના અંત સુધીમાં 2 નવા સિલેક્ટરની જાહેરાત કરી શકે છે. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ અને સભ્ય ગગન ખોડાના કાર્યકાળ પૂર્ણ થયો છે. જ્યારે અન્ય 3 સિલેક્ટર દેવાંગ ગાંધી, જતિન પરાંજપે અને શરણદીપ સિંહના કાર્યકાળનો 1 વર્ષથી વધુનો સમય બાકી છે. દ.આફ્રિકાના પ્રવાસ અગાઉ નવા સિલેક્ટર્સની પસંદગી થઈ જશે.જોકે હજુ ઈન્ટરવ્યૂ કયા ઉમેદવારોના લેવાના છે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. કુલ 44 લોકોએ અપ્લાઇ કર્યું છે. જેમાં 3 સભ્યની CAC કમિટીમાં આરપી સિંહ, સુલક્ષ્ણા નાયક અને મદનલાલ સામેલ છે. ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હજુ 2 ટેસ્ટ રમવાની છે. આ પ્રવાસ 4 માર્ચના પૂર્ણ થશે. સીરિઝ પછી ટીમને દ.આફ્રિકા વિરુદ્ધ 12 માર્ચથી 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. આ સીરિઝ માટેની ટીમનું સિલેક્શન નવા ચીફ સિલેક્ટર હેઠળ જ કરવામાં આવશે.આમ અજીત અગરકર, લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, વેંકટેશ પ્રસાદ અને રાજેશ ચૌહાણનું નામ ઈન્ટરવ્યૂ માટે શૉર્ટ લિસ્ટ કરાયું છે.

Download Our B K News Today App



Related News