બીસીસીઆઇ અધ્યક્ષ સૌરભ ગાંગુલી અને જય શાહ પોતાના પદ પર યથાવત હવે બંને 6 વર્ષ સુધી પદાધિકારી રહી શકશે

  • Published By :
  • Published Date : 2022-09-15 15:28:45
  • Views : 233
  • Modified Date : 2022-09-15 15:28:45

જય શાહ 2014માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ હતા. અમુક સોર્સનું માનીએ તો તેમનો કાર્યકાળ 8 સપ્ટેમ્બર, 2013થી જ શરૂ થઈ ગયો હતો. આ પછી તેઓ 24 ઓક્ટોબર, 2019થી BCCIના સેક્રેટરીના પદ પર બિરાજમાન છે. એવું કહેવાય રહ્યુ છે કે, સુપ્રીમ કોર્ટે રાહત આપતા હવે બન્ને વધુ 3 વર્ષ સુધી પદ ઉપર રહી શકે છેBCCIની ચૂંટણી 2019માં થઈ હતી. જેમાં સૌરવ ગાંગુલી અધ્યક્ષ, જય શાહ સેક્રેટરી, અરુણ ધૂમલ અને જયેશ જ્યોર્જ સંયુક્ત રીતે સેક્રેટરી બન્યા હતા. ચૂંટણીના બે મહિના પછી જ BCCIએ કુલિંગ ઑફ પિરિયડને લઈને લોઢા કમિટીની ભલામણોની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. લોઢા કમિટીની ભલામણો પ્રમાણે 2018માં લાગુ થયેલા BCCIના બંધારણ મુજબ કોઈપણ પદાધિકારી 6 વર્ષ સુધી સતત બે વાર તે પદ ઉપર રહી શકે નહિ. જેને 3 વર્ષ માટે કુલિંગ ઑફ પિરિયડ કહેવામાં આવે છે. આ મુજબ પદાધિકારી સતત 6 વર્ષ સ્ટેટ બોડી અથવા BCCIમાં રહેલા હોય, અથવા તો બન્ને જગ્યાએ મળીને 6 વર્ષ પૂરાં કર્યાં હોય, ત્યારે તેમણે 3 વર્ષનો ગેપ લેવો જ પડશે. બંધારણ પ્રમાણે 6 વર્ષ પૂરાં કર્યાં પછી પદાધિકારી કોઈપણ પદ પર રહેવા માટે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય બની જાય છે. આ મામલે BCCIનું કહેવું છે કે કુલિંગ ઑફ પિરિયડ કોઈપણ સદસ્યના એક સ્થાન પર જ 6 વર્ષ રહ્યાં પછી આવવું જોઈએ. ના કે સ્ટેટ ફેડરેશન અથવા BCCI અથવા બન્ને મળીને. હાલના બંધારણ પ્રમાણે પદાધિકારી જો સ્ટેટ ફેડરેશન અથવા તો BCCI અથવા તો બન્નેના મળીને 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરે છે, તો તેમને કુલિંગ ઑફ પિરિયડ ગણવામાં આવે છે. હાલના સમયમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિત 5 અન્ય લોકોને 6 વર્ષ પૂરાં થશે. ગાંગુલીનો કુલિંગ ઑફ પિરિયડ જુલાઈ 2020 પછી શરૂ થયો હતો, તો 2014માં બંગાળ ક્રિકેટ સંઘના તેઓ સચિવ બન્યા હતા. જ્યારે 2015માં તેઓ અધ્યક્ષ બન્યા હતા. આ પછી સપ્ટેમ્બર 2019માં ફરી એકવાર તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ પછી સૌરવ ગાંગુલી 23 ઓક્ટોબર, 2019થી BCCIના અધ્યક્ષ છે.

Download Our B K News Today App



Related News