BCCI ઈલેક્શન 23 ઓક્ટોબરે યોજાશે, ગાંગુલી અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-12 14:04:00
  • Views : 412
  • Modified Date : 2019-10-12 14:04:00

બીસીસીઆઈ ઈલેક્શન 23 ઓક્ટોબરે થવાના છે. આ અગાઉ ઘણા રાજ્યના સભ્યો 13 ઓક્ટોબરે મુંબઈમાં બેઠક યોજવાના છે. જેમાં પદાધિકારીઓના નામની ચર્ચા થશે. બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલી નવા અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી આગળ છે. બોર્ડ ચૂંટણી માટે 14 ઓક્ટોબર નોમિનેશનની છેલ્લી તારીખ છે. આ અગાઉની બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જય શાહ, બ્રિજેશ પટેલ અને અનુરાગ ઠાકુરના નાના ભાઈ અરુણ ધુમલ મહત્ત્વપૂર્ણ પદ માટે દાવેદાર મનાઈ રહ્યાં છે.

Download Our B K News Today App



Related News