બાંગ્લાદેશના મશરફે મોર્તઝાએ કપ્તાનપદ છોડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 10:38:24
  • Views : 580
  • Modified Date : 2020-03-07 10:38:24

મશરફે મોર્તઝાએ જાહેર કર્યું છે કે ઝિમ્બાબ્વે સામે ચાલતી વનડે સીરિઝની છેલ્લી મેચ પછી તે કપ્તાની કરશે નહીં. બાંગ્લાદેશના 36 વર્ષીય મોર્તઝાએ કહ્યું કે આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ચીફ નઝમુલ હસને લીધો છે. જેઓ આગામી વર્ષ 2023ના વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. આમ મોર્તઝાએ ક્રિકેટમાં વર્ષ 2001માં ડેબ્યુ કર્યું હતું અને વર્ષ 2010માં પહેલીવાર કપ્તાન બન્યો હતો.આમ બાંગ્લાદેશ વર્ષ 2015માં તેની કપ્તાની હેઠળ પ્રથમ વખત વર્લ્ડકપ નોકઆઉટ સુધી પહોંચ્યું હતું.તેમજ મોર્તઝાની કપ્તાનીમાં જ બાંગ્લાદેશ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. આમ મોર્તઝા હેઠળ બાંગ્લાદેશ 87માંથી 49 મેચ જીત્યું અને 36 હાર્યું છે.

Download Our B K News Today App



Related News