બાંગ્લાદેશ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દિપક ચહર બોલર્સ રેન્કિંગમાં 42મા સ્થાને પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 17:43:05
  • Views : 477
  • Modified Date : 2019-11-11 17:43:05

ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહરે  બાંગ્લાદેશ સામે વર્લ્ડ રેકોર્ડ પ્રદર્શન કરતાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેમના આ પ્રકારના પ્રદર્શનથી  તેઓને બોલિંગ રંકિંગમાં 88 સ્થાનના ફાયદા સાથે તેઓ બોલર્સ રેન્કિંગમાં 42મા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલર્સ રેન્કિંગમાં સ્લો-બોલર્સનો દબદબો યથાવત રહ્યો છે. ટોપ-9માંથી 8 સ્પિનર્સ છે. જેમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન 757 પોઈન્ટ્સ સાથે નંબર 1 અને ન્યુજીલેંડના મિચેલ સેન્ટનર 700 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર 2 બોલર છે.ત્યારે તાજેતરમાં ભારતના દિપક ચહર ભારત માટે T-20માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. તેના પ્રદર્શન થકી ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.આમ બાબર આઝમ પ્રથમ ક્રમે યથાવત ત્યારે ભારતના રોહિત અને રાહુલનો ટોપ-10માં સમાવેશ થયો છે. રોહિત શર્મા બેટ્સમેન રેન્કિંગમાં સાતમા સ્થાને છે. તેના પછી લોકેશ રાહુલનો નંબર આવે છે. રાહુલે  52 રન કર્યા હતા અને એક સ્થાનના ફાયદા સાથે આઠમા સ્થાને આવ્યો છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન 782 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો કપ્તાન આરોન ફિન્ચ 807 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. બાબર આઝમે પોતાનો નંબર 1 રેન્ક જાળવી રાખ્યો છે, તે 876 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ભારત સામેની નિર્ણાયક મેચમાં 81 રનની ઇનિંગ્સ મોહમ્મદ નઇમ, ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો સાથે સંયુક્તપણે 38મા સ્થાને છે.ટીમ રેન્કિંગની જો વાત કરવામાં આવે તો તેમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને, ઓસ્ટ્રેલિયા કરતા માત્ર 1 પોઇન્ટ આગળ પાકિસ્તાન 270 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 269 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ત્રણેય ટીમ વચ્ચે પાંચ-પાંચ પોઈન્ટ્સનો જ અંતર છે.

T-20 રેન્કિંગ:

રેન્કબેટ્સમેનપોઈન્ટ્સબોલર્સપોઈન્ટ્સટીમપોઈન્ટ્સ
1બાબર આઝમ876રાશિદ ખાન757પાકિસ્તાન868
2આરોન ફિન્ચ807મિચેલ સેન્ટનર700ઓસ્ટ્રેલિયા815
3ડેવિડ મલાન782ઇમાદ વસીમ686ઇંગ્લેન્ડ796
4કોલીન મુનરો778એડમ ઝાંપા678સાઉથ આફ્રિકા782
5ગ્લેન મેક્સવેલ765શાદાબ ખાન673ઇન્ડિયા727

Download Our B K News Today App



Related News