ભારતીય ઓપનર રોહિતે આઉટડોર ટ્રેનિંગ શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 12:19:10
  • Views : 672
  • Modified Date : 2020-06-27 12:19:10

મહામારી કોરોના વાયરસના ડરના માહોલમાં છૂટ મળ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્મા  ગુરૂવારે મેદાન
પર ઉતર્યો હતો. કોવિડ ૧૯ લાકડાઉન બાદ પોતાની પ્રથમ આઉટડોટ ટ્રેનિંગ કરી હતી. રોહિતે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે ટી૨૦ સિરીઝમાં રમ્યો હતો, ત્યારબાદ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.
રોહિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર લખ્યુ, પાર્કમાં વાપસી કરવુ સારૂ રહ્યુ, થોડી ટ્રેનિંગ કરી, ઘણા લાંબા સમય બાદ ખુદનો અનુભવ કર્યો. પરંતુ
પોસ્ટમાં તે ખ્યાલ આવ્યો નહીં કે તેણે ક્યા મેદાન પર ટ્રેનિંગ કરી છે. ટીમના અન્ય સાથી ખેલાડીઓની જેમ રોહિત પણ કોવિડ ૧૯ મહામારીને રોકવા માટે ૨૫ માર્ચને લાગેલા રાષ્ટ્રવ્યાપી લાકડાઉન બાદ
પોતાના ઘરમાં જ છે. ટેસ્ટ ટીમમાં તેના સાથી ચેતેશ્વર
પૂજારાએ હાલમાં રાજકોટમાં નેટ પર બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પાછલા મહિને ટ્રેનિંગ શરૂ કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર હતો, તેણે
પાલઘર જિલ્લામાં બોઈસરમાં નેટ પર બોલિંગ કરી હતી.

Download Our B K News Today App



Related News