ઓસ્ટ્રેલિયન કોચે કહ્યું- મોટી સિરીઝ પહેલાં IPL કરાવવાનો નિર્ણય ખોટો સાબિત થયો, એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 15:39:40
  • Views : 394
  • Modified Date : 2021-01-13 15:39:40

    ઓસ્ટ્રેલિયન ટૂર પર ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતના 9 ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી મોહમ્મદ શમી અને લોકેશ રાહુલ સહિત 6 ખેલાડી સિરીઝની બહાર થઈ ગયા છે. ભારતીય ટીમ અત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું હતું કે ખેલાડીઓ સતત ઈન્જર્ડ થઈ રહ્યા છે, એ પાછળ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જવાબદાર છે.લેન્ગરે કહ્યું હતું કે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વનડે, T-20 અને ટેસ્ટ સિરીઝ રમવાની હતી. એવામાં સિરીઝ શરૂ થાય એ પહેલાં IPL કરાવવાનો નિર્ણય ખોટો હતો. ભારતીય ટીમે લોકડાઉનમાં લગભગ 6 મહિના આરામ કર્યો હતો.

    IPL માર્ચ 2020માં થવાની હતી, પરંતુ કોરોનાને કારણે ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાઈ હતી. લીગ 53 દિવસ ચાલી હતી. એ પછી ભારતીય ટીમ સીધી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવી હતી. અહીં ટીમ 3 વનડે અને 3 T-20ની સિરીઝ રમી. અત્યારે બંને ટીમ વચ્ચે 4 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જે 1-1ની બરાબરી પર છે. છેલ્લી ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાશે.

    લેન્ગરે કહ્યું હતું કે આ ઘણું રસપ્રદ છે કે આપણે આ સીઝનમાં ઘણા ખેલાડીઓને ઈજાગ્રસ્ત થતા જોયા છે. હું કોઈ મદદ પણ કરી શકું તેમ નથી. મારું માનવું છે કે આ વર્ષે IPL કરાવવી કોઈના પણ માટે યોગ્ય નહોતી. ખાસ કરીને ત્યારે જ્યારે ટીમે આગામી મહિને એક મોટી સિરીઝ રમવાની હતી.લેન્ગરે કહ્યું હતું કે હું IPLને ઘણી પસંદ કરું છું. IPL થકી યુવા ક્રિકેટર્સને પોતાની પ્રતિભા દર્શાવવાની એક તક મળે છે. લિમિટેડ ઓવર્સ માટે આ ટૂર્નામેન્ટ પર્ફેક્ટ છે, પરંતુ આ વખતે તેને કરાવવાનો ટાઈમિંગ ખોટો હતો. કોરોનાને કારણે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે એ બધા જોઈ રહ્યા છે. એનું પરિણામ એ છે કે ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. મને લાગે છે કે એનો રિવ્યૂ થવો જોઈએ.

  • -સિરીઝની અંતિમ ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા ટૂર પર અત્યારસુધીમાં 9 ખેલાડી ઈન્જર્ડ થઇ ચૂક્યા છે.
  • -તેમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ અને મયંક અગ્રવાલ સામેલ છે.
  • -તેમાંથી બુમરાહ, વિહારી, જાડેજા, રાહુલ, શમી અને ઉમેશ સિરીઝની બહાર થઈ ગયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર પણ ઈન્જર્ડ થયો હતો.

Download Our B K News Today App



Related News