ટેસ્ટ શ્રેણીને અધવચ્ચે છોડી દઇ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સ્વદેશ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-21 14:53:26
  • Views : 534
  • Modified Date : 2023-02-21 14:55:30

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ બંને મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધુ છે. આ દરમિયાન હવે ઓસ્ટ્રેલિયન ટીમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ સ્વદેશ પરત ફરી રહ્યો છે. અચાનક ઓસ્ટ્રેલિયા પરત ફરવાનુ કારણ પરિવારને લઈ અહેવાલમાં બતાવવામાં આવી રહ્યુ છે. અચાનક ઓસ્ટ્રેલિયા પરત ફરવાના નિર્ણયને લઈને સૌને આશ્ચર્ય સર્જાયુ હતુ પરંતુ, જાણકારી મુજબ પરિવારમાં કોઈ બિમાર હોવાને લઈ તેણે પરત ફરવુ જરુરી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રવાસે આવતા જ ભારત સામેની પ્રથમ બંને ટેસ્ટ મેચ ગુમાવી દીધી છે. આ સાથે જ ટ્રોફી પર કબ્જો ભારતે જમાવી લીધો છે. હવે ભારતીય ટીમ માટે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની ટિકિટ હાથવેંત જ રહી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી ત્રીજી મેચ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રમાનારી છે, ત્યાર બાદ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાનારી છે.

ઓસ્ટ્રેલિયન મીડિયા અહેવાલ મુજબ માત્ર 2 દિવસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી રહ્યો છે. જે સિડની 2 દિવસ માટે પહોંચનાર છે તેના બાદ પરત તે ભારત ફરશે. આમ તે 1 માર્ચથી શરુ થતી ત્રીજી ટેસ્ટ મેચમાં હાજર રહી શકે છે. આમ પરીવારને મળવા માટે કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યો છે, પરંતુ તે ઈન્દોર ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે એવી પૂરી સંભાવનાઓ છે. આમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સ ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટમા મેદાન પર જોવા મળી શકે છે.

આ પહેલા મિશેલ સ્વીપસન ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. સ્વીપસન પિતા બન્યો છે. પત્નિએ પ્રથમ બાળકને જન્મ આપતા પિતા બનવાની ખુશી સાથે તે ઓસ્ટ્રેલિયા ગત સપ્તાહે પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેના સ્થાને મેથ્યૂ કુહનેમનને સામેલ કર્યો હતો. સ્વીપસન પણ હવે ઈન્દોર ટેસ્ટ પહેલા ભારત પર ફરવાના સમાચાર છે. ઓસ્ટ્રેલિયન મીડિયા મુજબ તે ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે પરત જોડાઈ જશે.

દિલ્લી ટેસ્ટમાં ભારતે જીત મેળવવા સાથે હવે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રિટેન કરી લીધી છે. પ્રથમ બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે હાર મેળવી હતી. સુકાની પેટ કમિન્સનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. કમિન્સે પ્રથમ બંને મેચમાં મળીને 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેની સરેરાશ 39.66 ની રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનુ પ્રદર્શન પણ સરેરાશ કરતા નિચુ રહ્યુ છે. સિરીઝમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ બંને ટેસ્ટમાં માત્ર ત્રણ ત્રણ દિવસમાં જ હારનો સામનો કર્યો છે.

Download Our B K News Today App



Related News