ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 195 રને ઓલઆઉટ; બુમરાહે 4 અને અશ્વિને 3 વિકેટ ઝડપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 11:54:46
  • Views : 379
  • Modified Date : 2020-12-26 11:54:46

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચ મેલબર્નમાં રમાઈ રહી છે. આ બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી.રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાને 3 મોટા આંચકા આપ્યા. તેમણે કેપ્ટન ટિમ પેનની વિકેટ લીધે જેની સાથે ઓસ્ટ્રેલિયાને 7મો આંચકો આપ્યો. પેન 13 રન બનાવીને હનુમા વિહારીના હાથે કેચઆઉટ થયો. સ્ટીવ સ્મિથ ખાતુ પણ ખોલી ન શક્યો. ચેતેશ્વર પુજારાએ તેનો કેચ ઝડપી લીધો હતો. આ પહેલા અશ્વિને ઓપનર મેથ્યુ વેડને 30 રન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ડેબ્યુ ટેસ્ટમાં બે વિકેટ લીધી. તેમણે માર્નસ લાબુશેન (48) અને કેમરૂન ગ્રીન (12)ને પેવેલિયનમાં મોકલ્યા. લાબુશેનનો કેચ શુભમન ગિલે ઝડપ્યો. સંજોગની વાત છે કે ગિલની પણ આ ડેબ્યુ મેચમાં પ્રથમ કેચ રહ્યો. ગ્રીનને સિરાજે એલબીડબલ્યુ કર્યો.



Download Our B K News Today App



Related News