ઓસ્ટ્રેલિયાએ ઈન્ડિયાને પહેલી T20માં ૪ વિકેટે પરાજય આપ્યો

  • Published By :
  • Published Date : 2022-09-21 15:03:23
  • Views : 304
  • Modified Date : 2022-09-21 15:03:23

ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ કેમરુન ગ્રીને 30 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તો મેથ્યુ વેડે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં 45 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. સ્ટિવ સ્મિથે 35 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 1 વિકેટ લીધી હતી. કેમરુન ગ્રીનને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.અગાઉ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 71 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે 55 રન કર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 46 રનનું યોગદાન આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નેથન એલિસે 3 વિકેટ ઝડપી હતી. જોસ હેઝલવુડને 2 વિકેટ મળી હતી. તો કેમરુન ગ્રીને 1 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું હતુ. આ ચેઝ ભારત સામેની સૌથી સફળ ચેઝ રહી છે. કેમરુન ગ્રીને ધમાકેદાર 30 બોલમાં 61 રન માર્યા હતા. તેની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. મેથ્યુ વેડે પણ તોફાની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં 45 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તેની આ ઇનિંગની મદદથી ટીમે જીત મેળવી હતી. આ હાઈસ્કોરિંગ મેચમાં પણ અક્ષર પટેલે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

Download Our B K News Today App



Related News