ઓસ્ટ્રેલિયાએ દાયકાની શ્રેષ્ઠ વનડે ટીમની કરી જાહેરાત : ધોનીને બનાવ્યા કેપ્ટન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 13:20:35
  • Views : 675
  • Modified Date : 2019-12-25 13:20:35

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દસ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ૧૧ ખેલાડીઓની એક ટીમ જાહેર કરી છે.જે ટીમના કેપ્ટન વર્લ્ડકપ વિજેતા ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની બનાવવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ટીમથી બહાર છે. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન તરીકે સૌથી શાનદાર માનતા આ ટીમ જાહેર કરી છે. મહેન્દ્રસિંહ ધોની સિવાય આ ટીમમાં ભારતીય ટીમના બે ખેલાડીઓને સામેલ કરાયા છે  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯ થી લઈને ૨૦૧૯ સુધી સારુ રમનાર ખેલાડીઓને પોતાની વનડે ટીમમાં પસંદ કર્યા છે. તેમાં કેટલાક ખેલાડી તે પણ છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુક્યા  છે. જેમાં ખાસ વાત એ પણ રહી કે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ પોતાના દેશમાંથી આ ટીમ માટે એક જ ખેલાડીને પસંદ કર્યા છે. સાઉથ આફ્રિકા બે ખેલાડી પસંદ કરવામાં આવ્યા છે. તેના સિવાય બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાથી પણ એક-એક નામ જોવા મળ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટીમમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝના કોઈપણ ખેલાડીને જગ્યા મળી નથી. ત્યારે આ ટીમમાં ભારતના ખેલાડીઓ દબદબો બનાવવામાં સફળ રહ્યા છે. ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની છેલ્લા એક દાયકાની શ્રેષ્ઠ વનડે ટીમમાં મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રોહિત શર્મા, હાશિમ અમલા, વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, શાકિબ અલ હસન, જોસ બટલર, રાશીદ ખાન, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ અને લસિથ મલિંગા

Download Our B K News Today App



Related News