ATP ફાઈનલ્સમાં અપસેટ : બેરેન્ટિની સામે ફેડરરનો વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 18:07:17
  • Views : 469
  • Modified Date : 2019-11-13 18:07:17

વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ જર્મનીના ૨૨ વર્ષીય ખેલાડી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઝ્વેરેવ સામે ૬-૨, ૬-૪થી હારી જતાં એટીપી ફાઈનલ્સમાં અપસેટ સર્જાયો હતો. આ સાથે ઝ્વેરેવે નડાલ સામેની કારકિર્દીની છઠ્ઠી મેચમાં સૌપ્રથમ વખત વિજય મેળવ્યો હતો. જેમાં નડાલની હારને કારણે ઝ્વેરેવ સામેની મેચમાં નડાલ ચેર અમ્પાયરના નિર્ણયોથી પણ નાખુશ લાગતો હતો.ઓસ્ટ્રિયાના થિયમ સામેની સૌપ્રથમ લીગ મેચમાં હારનો સામનો કર્યા બાદ ૩૮ વર્ષના લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરરે જીતનું ખાતું ખોલાવ્યું છે. ફેડરરે આઠમો ક્રમાંક ધરાવતા ઈટાલીના બેરેન્ટિનીને સીધી ગેમ્સમાં ૭-૬ (૭-૨), ૬-૩થી હરાવ્યો હતો. આ સાથે તેણે સેમિફાઈનલની આશા જીવંત રાખી હતી. હવે રમાનારી મેચમાં યોકોવિચ અને થિયમ ટકરાશે. જ્યારે નડાલ આવતીકાલે સાંજે ૭.૩૦થી શરૃ થનારા મુકાબલામાં રશિયાના મેડ્વેડેવ સામે રમશે, જે પ્રથમ મેચ ગ્રીસના સિત્સિપાસ સામે હારી ચૂક્યો છે.

Download Our B K News Today App



Related News