અશ્વિન સૌથી ઝડપી 350 વિકેટ લેનાર બોલર્સની યાદીમાં મુરલીધરન સાથે પ્રથમ ક્રમાંકે, ભારત જીતથી 2 વિકેટ દૂર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-10-06 13:17:51
- Views : 460
- Modified Date : 2019-10-06 13:17:51
395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે 125 રન કર્યા છે. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4, મોહમ્મદ શમીએ 3 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી છે. શમીએ અસમાન ઉછાળ અને મૂવમેન્ટથી બાવુમા, ડુ પ્લેસીસ અને ડી કોકને બોલ્ડ કર્યા હતા. જ્યારે જાડેજાએ માર્કરામનો અદભુત રિટર્ન કેચ કર્યો હતો, તેમજ ફિલેન્ડરને શૂન્ય રને એલબીડબ્લ્યુ કર્યો હતો. તે પછી જાડેજાએ મહારાજને પણ પ્રથમ બોલે પેવેલિયન ભેગો કર્યો હતો. અશ્વિને બ્રુઇનને આઉટ કરીને ટેસ્ટમાં 350મી વિકેટ લીધી હતી. તેના અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટમાં સૌથી ઝડપી 350 વિકેટનો રેકોર્ડ છે. બંનેએ પોતાની 66મી ટેસ્ટમાં સિદ્ધિ મેળવી.જાડેજાએ એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી. જાડેજાએ દ. આફ્રિકાની ઇનિંગ્સની 27મી ઓવરના પહેલા, ચોથા અને પાંચમા બોલે વિકેટ લીધી હતી. તેણે પ્રથમ બોલે 39 રને રમતાં એડન માર્કરામનો અદભુત કેચ કર્યો હતો. તે પછી ચોથા બોલે ફિલેન્ડર અને પાંચમા બોલે મહારાજને એલબીડબ્લ્યુ કર્યા હતા. અમ્પાયરે ફિલેન્ડરને આઉટ નોટઆઉટ આપતા ભારતે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. જયારે મહારાજે રિવ્યુ લઈને જીવંત રહેવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો.
ટેસ્ટમાં સૌથી ઝડપી 350 વિકેટ:
| ટેસ્ટ | ખેલાડી |
| 66 | મુથૈયા મુરલીધરન |
| 66 | રવિચંદ્રન અશ્વિન |
| 69 | રિચાર્ડ હેડલી |
| 69 | ડેલ સ્ટેન |
ચોથા દિવસના અંતે ભારત જીતથી 9 વિકેટ દૂર પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં 71 રનની લીડ મેળવ્યા પછી બીજા દાવમાં 304 રનના સ્કોરે ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. રોહિત શર્મા ઓપનર તરીકેની ડેબ્યુ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે બીજી ઇનિંગ્સમાં 127 રન કર્યા હતા, જ્યારે ચેતેશ્વર પુજારા 81 રન ફટકાર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 1 વિકેટે 11 રન કર્યા છે.
અંતિમ દિવસે મહેમાન ટીમને મેચ જીતવા 384 રનની જરૂર છે. ઓપનર એડન માર્કરામ 1 રને અને ટી બ્રુઇન 1 રને રમી રહ્યા છે. પ્રથમ દાવમાં સદી ફટકારનાર ડિન એલ્ગર 2 રને જાડેજાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. ભારત માટે બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ 30 બોલમાં 40, વિરાટ કોહલીએ 25 બોલમાં 31 અને અજિંક્ય રહાણેએ 17 બોલમાં 27 રન કર્યા હતા. તેમના યોગદાન થકી ભારતે અંતિમ સેશનમાં ઝડપી રન માર્યા હતા.ઓપનર તરીકેની ડેબ્યુ ટેસ્ટમાં સૌથી વધુ રન:303 રોહિત શર્મા 176 & 127 v SA 2019,208 કેપ્લર વેસલ્સ 162 & 46 v Eng 1982, 201 બી કુરરૂપુ 201* v NZ 1986, 200 એ જેક્સન 164 & 36 v Eng 1928, 200 ગોર્ડન ગ્રીનીજ 93 & 107 v Ind 1974 ઘરઆંગણે ટેસ્ટમાં રોહિતની છેલ્લી સાત ટેસ્ટ ઇનિંગ્સ: 82, 51*, 102*, 65, 50*, 176 & 100* ભારતમાં સતત સૌથી વધુ ઇનિંગ્સમાં ફિફટી:,7 રોહિત શર્મા સપ્ટેમ્બર (સપ્ટેમ્બર 2016 - *), 6 એવર્ટન વિક્સ (નવેમ્બર 1948 - ફેબ્રુઆરી 1949), 6 રાહુલ દ્રવિડ (નવેમ્બર 1997 - માર્ચ 1998) 6 એન્ડી ફ્લાવર (માર્ચ 1993 - નવેમ્બર 2000) રોહિત શર્માએ સિદ્ધુનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બન્યો. રોહિત એક ટેસ્ટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે નવજોતસિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો છે. સિદ્ધુએ 1994માં શ્રીલંકા વિરુદ્ધ લખનઉમાં 8 સિક્સ મારી હતી. રોહિતે આ મેચમાં 13 સિક્સ મારી છે. તે વનડે અને ટી-20માં પણ સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2013માં બેંગ્લોર ખાતે 16 સિક્સ મારી હતી. 2017માં શ્રીલંકા સામેની ટી-20માં 10 સિક્સ મારી હતી. આમ ત્રણેય ફોર્મેટમાં ભારત વતી એક મેચમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ તેના નામે છે.દક્ષિણ આફ્રિકા 431 રનમાં ઓલઆઉટ, ભારતને 71 રનની લીડ મળી. દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 431 રનમાં ઓલઆઉટ થયું છે. તેમના માટે ડિન એલ્ગર અને કવિન્ટન ડી કોકે અનુક્રમે 160 અને 111 રનની ઇનિંગ્સ રમી હતી. તેમજ કપ્તાન ડુ પ્લેસીસે 55 રનનું યોગદાન આપ્યું હતું. ભારતને 71 રનની લીડ મળી છે. તેમના માટે ઓફ સ્પિનર રવિ અશ્વિને 7 વિકેટ ઝડપી હતી. તેણે ઓગસ્ટ 2017 પછી પ્રથમ વાર ટેસ્ટમાં 5 વિકેટ લીધી, તેમજ દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વાર પાંચ વિકેટ લીધી છે.અશ્વિનનું ટેસ્ટમાં બેસ્ટ પ્રદર્શન: 7/59 v ન્યૂઝીલેન્ડ, 2016, 7/66 v દક્ષિણ આફ્રિકા, 2015, 7/83 v વેસ્ટ ઇન્ડિઝ, 2016, 7/103 v ઓસ્ટ્રેલિયા, 2012, 7/145 v દક્ષિણ આફ્રિકા, 2019 ત્રીજા દિવસના અંતે દ. આફ્રિકા 385/8, ભારતથી 117 રન પાછળ, અશ્વિને કરિયરમાં 27મી વખત પાંચ વિકેટ લીધી.દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે બેટ વડે શાનદાર પ્રદર્શન કરીને લડત આપી હતી. 39/3થી દિવસની શરૂઆત કરનાર આફ્રિકાએ 8 વિકેટ ગુમાવીને 385 રન કર્યા છે અને ભારતથી 117 રન પાછળ છે. ઓપનર ડિન એલ્ગર અને કવિન્ટન ડી કોકે સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાને મેચમાં જીવંત રાખ્યું છે. ભારત માટે ઓફ સ્પિનર રવિ અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે ઓગસ્ટ 2017 પછી પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટ લીધી, તેમજ દક્ષિણ આફ્રિકા સામે પાંચમી પાંચ વિકેટ લીધી છે.ડી કોકે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી સદી ફટકારતાં 111 રનની ઇનિંગ્સ રમી હતી. તે અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા ડિન એલ્ગરે કરિયરની 12મી સદી મારી હતી. તે 160 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં ડીપમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજા સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો છે. તેણે 44 મેચમાં 200મી વિકેટ લીધી છે, અગાઉ શ્રીલંકના હેરાથે 47 ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી.એલ્ગરે બીજી વાર 150થી વધુ રનનો સ્કોર કર્યો હતો. આ પહેલા તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ 2017માં 199 રન કર્યા હતા. ભારતમાં 2012 પછી પહેલીવાર કોઈ વિદેશી ખેલાડીએ 150થી વધુ રન કર્યા છે. છેલ્લે 2012માં એલિસ્ટર કૂકે ઈડન ગાર્ડન ખાતે 190 રનની ઇનિંગ્સ રમી હતી. છેલ્લે હાશિમ અમલાએ 2010માં ભારતમાં સદી ફટકારી હતી. 9 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ભારતમાં ટ્રિપલ ફિગર રજીસ્ટર કર્યો છે.ચોથી વખત એક ટેસ્ટમાં ત્રણ ઓપનર્સે 150થી વધુનો સ્કોર કર્યો:એલ હ્યુટન (158), સી વોશબ્રુક (195), ઈ રોવન (156) SA v Eng 1948/49, ગ્રેમ સ્મિથ (277), હર્ષલ ગિબ્સ (179), માઈકલ વોન (156) Eng v SA 2003, મોહમ્મદ હાફિઝ (224), તમીમ ઇકબાલ (206), ઇમરુલ કાય્સ (150) Ban v Pak 2015, મયંક અગ્રવાલ (215), રોહિત શર્મા (176), ડિન એલ્ગર (151*) Ind v SA 2019/20, ડુ પ્લેસીસ અને એલ્ગરે પાંચમી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. ડુ પ્લેસીસે ભારતમાં પ્રથમ વાર ટેસ્ટ ફિફટી ફટકારતાં 55 રન કર્યા હતા. તે અશ્વિનની બોલિંગમાં લેગ ગલીમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. એલ્ગરે કરિયરની 14મી ફિફટી ફટકારી છે. દિવસની શરૂઆતમાં બાવુમા 18 રને ઇશાંત શર્માની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ભારત માટે અશ્વિને 5, જાડેજાએ 2 અને ઇશાંતે 1 વિકેટ લીધી હતી.બીજા દિવસના અંતે ભારત 463 રન આગળ, દ.આફ્રિકાની ત્રણ વિકેટ પડી.ભારત દક્ષિણ આફ્રિકા સામે વિશખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 502 રને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. ઓપનર મયંક અગ્રવાલે મેડન સદીને ડબલમાં કન્વર્ટ કરતાં 215 રનની મેરેથોન ઇનિંગ્સ રમી હતી. તેનો સાથ આપતા પ્રથમ વખત ઓપનિંગ કરી રહેલા રોહિત શર્માએ 176 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.ભારતીય ઓપનર્સે પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. તેઓ આમ કરનાર ત્રીજી જોડી બની હતી. તે સિવાય રવિન્દ્ર જાડેજાએ નીચલા ક્રમે 30* રનનું યોગદાન આપ્યું હતું. મહેમાન ટીમ માટે કેશવ મહારાજે સર્વાધિક 3 વિકેટ લીધી હતી. જ્યારે ફિલેન્ડર, મુથુસામી, પિડ્ટ અને એલ્ગરે 1-1 વિકેટ લીધી હતી.ભારત માટે ચોથી વાર બંને ઓપનર્સે એક ઇનિંગ્સમાં 150થી વધુ રન કર્યા:વિનુ માંકડ (231)- પંકજ રોય (173) vs ન્યૂઝીલેન્ડ, 1955, મુરલી વિજય (153)- શિખર ધવન (187) vs ઓસ્ટ્રેલિયા, 2012, મુરલી વિજય (150)- શિખર ધવન (173) vs બાંગ્લાદેશ, 2015, મયંક અગ્રવાલ (215)- રોહિત શર્મા ( 176) vs દક્ષિણ આફ્રિકા, 2019,રોહિત શર્મા કેશવ મહારાજની બોલિંગમાં કવિન્ટન ડી કોક દ્વારા સ્ટમ્પ થયો હતો. રોહિતે 244 બોલમાં 23 ચોક્કા અને 6 છગ્ગાની મદદથી 176 રન કર્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની ચોથી સદી હતી. દસમી વખત ભારતના બંને ઓપનર્સે એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હોય તેવી ઘટના બની હતી. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તેમજ પહેલી વખત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કોઈ ટીમના બંને ઓપનર્સે દ. આફ્રિકા વિરુદ્ધ એક ઇનિંગ્સમાં સદી ફટકારી છે.ભારત માટે 300થી વધુની ઓપનિંગ પાર્ટનરશીપ:413: પંકજ રોય- વિનુ માંકડ vs ન્યૂઝીલેન્ડ, ચેન્નાઇ, 1956, 410: વિરેન્દ્ર સહેવાગ- રાહુલ દ્રવિડ vs પાકિસ્તાન, લાહોર, 2006, 317: રોહિત શર્મા, મયંક અગ્રવાલ vs દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ, 2019, ભારતની કોઈ પણ વિકેટ માટે દ.આફ્રિકા સામે હાઈએસ્ટ પાર્ટનરશીપ:, 317 મયંક અગ્રવાલ - રોહિત શર્મા, વિશાખાપટ્ટનમ, 2019 ( પ્રથમ વિકેટ), 268 વિરેન્દ્ર સહેવાગ - રાહુલ દ્રવિડ, ચેન્નાઇ 2007 (બીજી), 259* વીવીએસ લક્ષ્મણ- એમએસ ધોની, કોલકાતા 2009 (સાતમી)ભારત વતી દ.આફ્રિકા વિરુદ્ધ હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપ, 317 મયંક અગ્રવાલ- રોહિત શર્મા, 2019/20, 218 વિરેન્દ્ર સહેવાગ- ગૌતમ ગંભીર, 2004/05,213 વિરેન્દ્ર સહેવાગ- વસીમ જાફર, 2007/08 પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 202 રન કર્યા. ભારતે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે વિશખાપટ્ટનમ ખાતે 59.1 ઓવરમાં વિના વિકેટ ગુમાવીને 202 રન કર્યા હતા. રોહિત શર્મા 115 રને અને મયંક અગ્રવાલ 84 રને અણનમ હતા. વરસાદના લીધે 30.5 ઓવર ઓછી રમાઈ હતી. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની ચોથી સદી ફટકારી હતી. તે ઉપરાંત રોહિત; શિખર ધવન, લોકેશ રાહુલ અને પૃથ્વી શો પછી ઓપનિંગ કરતાં પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ઓપનર બન્યો છે. ભારતીય ઓપનર્સે 24 ઇનિંગ્સ પછી ટેસ્ટમાં સદીની ભાગીદારી કરી છે. છેલ્લે મુરલી વિજય અને શિખર ધવને 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગ્લુરુ ખાતે સદીની ભાગીદારી નોંધાવી હતી. મયંક અગ્રવાલે પણ ચોથી ફિફટી મારીને રોહિતનો સારો સાથ આપ્યો હતો.ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઓપનર્સ:ક્રિસ ગેલ, બ્રેન્ડન મેક્કુલમ, માર્ટિન ગુપ્ટિલ, તિલકરત્ને દિલશાન, અહેમદ શહેઝાદ,શેન વોટ્સન, તમીમ ઇકબાલ, રોહિત શર્મા ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમ વાઇએસઆર એસએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહેલી વાર એકબીજા સામે રમી રહી છે. 2016માં ભારતે આ ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડને 246 રને હરાવ્યું હતું. બંને ટીમ ભારતમાં 2015 પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે 337 રને મેચ જીતી હતી.ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટ અને કગીસો રબાડાદક્ષિણ આફ્રિકા એશિયામાં સતત આઠમી ટેસ્ટમાં ટોસ હાર્યું છે.
Related News
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 14
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 126
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 123
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 113
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 85
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ...
- by B.K.NEWS DAINIK
- February 4, 2026, 2:38 pm
- 89
ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 3:02 pm
- 71
T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના...
- by Yogesh
- January 31, 2026, 3:40 pm
- 66
શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:26 pm
- 43
ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:24 pm
- 73
બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય, ICC પગલાં લેવાની...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:44 pm
- 61
કિવિ સામે ભારત વધુ મજબૂત બનીને...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:45 pm
- 53
રોહિત-વિરાટની સેલેરી ઓછી થશે પણ આ ખેલાડી ટોપ કેટેગરીમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:38 pm
- 74
અંડર-19 વર્લ્ડ કપમાં 'નો હેન્ડશેક' વિવાદ પર બાંગ્લાદેશ બોર્ડ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:48 pm
- 52
બાંગ્લાદેશની જીદ અને આયર્લેન્ડના ઇનકારથી ICC...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:46 pm
- 55
વિરાટ કોહલીએ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન...
- by Yogesh
- January 17, 2026, 2:06 pm
- 68
સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 12:09 pm
- 185
અમદાવાદ પ્લેન ક્રેશ: ક્રિકેટ જગતમાં શોકની લાગણી, હરભજન સિંહ-ધવને વ્યક્ત...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:20 pm
- 171
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણી બંધ કરો: માંજરેકરની અપીલ બાદ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:04 pm
- 167
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે સગાઈ, અખિલેશ-ડિમ્પલ સહિત સામેલ...
- by B.K.NEWS DAINIK
- June 8, 2025, 12:52 pm
- 152
'મારી પાસે વધારે સમય નથી...' ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલીનો મૂડ કેમ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:45 am
- 68
ફાઇનલમાં પ્રવેશવા માટે આજે અંતિમ તક, મુંબઈ-પંજાબ...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:27 am
- 76
કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:42 pm
- 74
ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:35 pm
- 58
આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:08 pm
- 56
IPLમાં મેચ ફિક્સિંગ? લખનઉ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સ પર ગંભીર...
- by B.K.NEWS DAINIK
- April 22, 2025, 2:04 pm
- 60
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર મચાવ્યો ખળભળાટ, ચોખવટે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:17 pm
- 68
IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 6:12 pm
- 64
KKRની હાર માટે હું જવાબદાર, ખરાબ શૉટ રમ્યો...', કેપ્ટન રહાણેનું નિવેદન ભારે...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:55 pm
- 59
રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો...
- by B.K.NEWS DAINIK
- April 16, 2025, 2:43 pm
- 63
IPL 2025માં આજે RR vs RCB: યશસ્વીએ ફટકારી હાફ સેન્ચુરી, જુઓ લાઈવ...
- by B.K.NEWS DAINIK
- April 13, 2025, 5:28 pm
- 62
T20 માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય બન્યો હાર્દિક, જાણો ટોપ-5...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 6:35 pm
- 68
એશિયા કપ 2025માં કેવી હોઈ શકે ભારતીય ટીમ? આ ખેલાડીઓ પર પર લટકી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2025, 4:36 pm
- 79
ENG Vs IND: ઈંગ્લેન્ડને મોટો ઝટકો, ઈજાના કારણે ભારત સામે ટેસ્ટ સીરિઝ નહીં રમી શકે...
- by B.K.NEWS DAINIK
- April 5, 2025, 5:09 pm
- 50
'મને વધારે પૈસા મળ્યા એનો મતલબ એ નથી...' ટીકાકારો પર ભડક્યો KKRનો દિગ્ગજ...
- by B.K.NEWS DAINIK
- April 4, 2025, 4:54 pm
- 63
શું વિરાટ કોહલી રમશે ODI વર્લ્ડકપ 2027? વાયરલ વીડિયોમાં કર્યો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:21 pm
- 109
IPL 2025: કોણ છે અશ્વની કુમાર? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ ખેરવી કર્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:32 pm
- 58
IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 5:26 pm
- 94
ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2025, 3:10 pm
- 55
ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 4:05 pm
- 62
CSK ભલે હારી પણ IPL ઈતિહાસનો પહેલો ખેલાડી બન્યો જાડેજા જેણે સર્જ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 29, 2025, 3:38 pm
- 64
ગ્લેન ફિલિપ્સનો કેચ પણ ઝાંખો! પાક ખેલાડીએ કર્યો હવામાં ઊડીને પકડ્યો...
- by B.K.NEWS DAINIK
- March 21, 2025, 7:07 pm
- 59
અંતે ચહલ-ધનશ્રી એકબીજાથી નોખા પડી ગયા, 4 વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 3:36 pm
- 54
આ કારણે રોહિત શર્માની નિવૃત્તિ ટળી! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું મોટું...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:12 pm
- 63
જે કમાલ ન ધોનીએ કર્યો, કે ન કપિલ દેવે તે રોહિત શર્માએ કરી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:47 pm
- 226
તેની કારકિર્દી ખતમ થઈ જશે...',બુમરાહને લઈને આ ખેલાડીએ આપી દીધી...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:50 pm
- 315
આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 3:16 pm
- 62
કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, ચેમ્પિયન ટ્રોફીમાંથી પરત...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 2:42 pm
- 76
IPLમાં તમાકુ અને શરાબની જાહેરાતો પર...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 1:50 pm
- 59
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં શમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, કેચ પકડતા હાથ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:43 pm
- 59



