અશ્વિન, અય્યર ICC રેન્કિંગમાં સુધર્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 15:12:49
  • Views : 429
  • Modified Date : 2022-12-29 15:12:49

બાંગ્લાદેશ સામેની મીરપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે આઈસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં સુધારો કર્યો છે.
આઇસીસીના તાજેતરના રેન્કિંગમાં અશ્વિન જસપ્રિત બુમરાહની સાથે એક સ્થાનના સુધારા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. મીરપુર ટેસ્ટની બીજી ઈનિંગમાં 42 રન ફટકારીને ભારતને વિજય અપાવનારા અશ્વિને બેટીંગ રેન્કિંગમાં પણ ત્રણ સ્થાનની છલાંગ લગાવતાં 84મું સ્થાન હાંસલ કરી લીધું છે. બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરનાર અશ્વિન 343 પોઇન્ટ સાથે સેટલ થઇ ગયો છે, જે એક ઓલરાઉન્ડર તરીકે હમવતન રવિન્દ્ર જાડેજાના 369 પોઇન્ટથી પાછળ છે.
મીરપુર ટેસ્ટમાં અશ્વિન સાથે અણનમ 71 રનની ભાગીદારી નોંધાવનારા ઐય્યરે આઇસીસીના તાજેતરના રેન્કિંગમાં પણ નોંધપાત્ર ફાયદો ઉઠાવ્યો છે અને તે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 16માં ક્રમે પહોંચી ગયો છે. અય્યરે પ્રથમ ઇનિંગ્સમાં 87 અને બીજી ઇનિંગ્સમાં અણનમ 29 રન બનાવ્યા હતા.
ભારતનો ટોપ સીડ રિષભ પંત ત્રણ રેટિંગ પોઈન્ટ્સના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે છે, જ્યારે ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પાંચ સ્થાનના સુધારા સાથે 33માં ક્રમે આવી ગયો છે

Download Our B K News Today App



Related News