અશ્વિન ઘરઆંગણે ટેસ્ટમાં 250 વિકેટ લેનાર ત્રીજો ભારતીય સ્પિનર બન્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 15:55:04
  • Views : 448
  • Modified Date : 2019-11-15 15:55:04

ભારતના ઓફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મોમિનુલ હકની વિકેટ ઝડપવાની સાથે જ અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ઘરઆંગણે 250 વિકેટ ઝડપવાની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. જેમાં અગાઉ લેજેન્ડરી લેગ સ્પિનર અનિલ કુંબલે અને પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ આ પ્રકારની  સિદ્ધી મેળવનાર ત્રીજા બોલર બન્યા છે..આમ  લંચ પૂર્વેના સેશનમાં અશ્વિનને બાંગ્લાદેશ સામે કોઈ સફળતા મળી નહતી. જોકે લંચ બાદ અશ્વિનની ફિરકીમાં બાંગ્લાદેશનો કેપ્ટન મોમિનુલ હક આવી ગયો હતો. જેમાં અશ્વિને મોમિનુલ હકને ક્લિન બોલ્ડ કરતા ઘરઆંગણે 250 વિકેટ ઝડપવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી.આમ અગાઉ અનિલ કુંબલેએ ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટ જ્યારે પૂર્વ બોલર હરભજન સિંહે 265 વિકેટ ઝડપવાનું કિર્તિમાન મેળવ્યું હતું.આ ઉપરાંત અશ્વિન વિશ્વ ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઝડપી 250 વિકેટ ઝડપનાર ક્રિકેટર બન્યો હતો. જેમના સિવાય શ્રીલંકાન સ્પિનર મુથૈયા મુરલિધરને 40 ટેસ્ટમાં જ આ બહુમાન મેળવ્યું હતું જ્યારે ભારતીય બોલર અનિલ કુંબલેએ 41 ટેસ્ટ મેચમાં ઘરઆંગણે 250 વિકેટ ઝડપી હતી.આમ  રવિચન્દ્રન અશ્વિને ભારતની ધરતી પર 250મી વિકેટ 42મી ટેસ્ટમાં મેળવીને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

Download Our B K News Today App



Related News