એશ્લે ગાર્ડનરને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર જાહેર કરાઇ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 17:58:44
  • Views : 451
  • Modified Date : 2022-12-28 17:58:44

ભારત સામેની પાંચ ટી-20 મેચોની શ્રેણીમાં પોતાની ટીમને 4-1થી જીત અપાવનારી ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર આઈસીસી મહિલા ટી20 પ્લેયર રેન્કિંગમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
ભારત સામેની આખરી ટી-20 મેચમાં ગાર્ડનરે તેની ટીમ માટે માત્ર 32 બોલમાં અણનમ 66 રન જોડયા હતા અને બે ખેલાડીઓને પણ 20 રનના સ્કોર પર આઉટ કર્યા હતા. આ સાથે ગાર્ડનર ત્રણ સ્થાનની છલાંગ લગાવીને પહેલી વખત વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની ગયો છે. આ સિદ્ધિ સાથે તેણે વિન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યૂઝ, ભારતની દીપ્તિ શર્મા અને ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડેવિનને પાછળ રાખી દીધા છે.
ગાર્ડનરે ભારત સામેની શ્રેણીમાં 115 રન ફટકાર્યા હતા અને વિરોધી ટીમોમાંથી સાત ખેલાડીઓને પેવેલિયન તરફનો રસ્તો બતાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે દીપ્તિ શર્મા બેટીંગ રેન્કિંગમાં 34 બોલમાં 53 રન સાથે ત્રણ સ્થાનના સુધારા સાથે 29માં ક્રમે પહોંચી ગઈ છે, જ્યારે ઈંગ્લેન્ડની નેટ ટીવર અને ભારતની રિચા ઘોષ એક-એક સ્થાનના સુધારા સાથે અનુક્રમે 15મા અને 39મા ક્રમે પહોંચી ગઈ છે. બોલિંગ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ફ્રેયા ડેવિસ 23 સ્થાનની છલાંગ લગાવીને 26માં ક્રમે પહોંચી ગયો છે.

Download Our B K News Today App



Related News