એશ્લે બાર્ટીએ સૌથી વધુ પ્રાઈઝ મની વાળી ટૂર્નામેન્ટ જીતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:36:53
  • Views : 445
  • Modified Date : 2019-11-04 12:36:53

ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ ડબ્લ્યૂટીએ ફાઈનલ્સ જીતી. વિશ્વની નંબર-1 ખેલાડી બાર્ટીએ ગત ચેમ્પિયન સ્વિતોલિનાને 6-4, 6-3થી હરાવી. આ જીત સાથે ટોપ સીડ બાર્ટીને 33.5 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી. આ ટેનિસ ઈતિહાસમાં મહિલા સિંગલ્સ ચેમ્પિયનને મળનારી સૌથી મોટી પ્રાઈઝમની છે.આ ટૂર્નામેન્ટમાં વિશ્વની ટોપ-8 ખેલાડીઓ ભાગ લે છે. બાર્ટીએ પ્રથમવાર આ ટાઈટલ જીત્યું.બાર્ટી 5 વર્ષમાં WTF ફાઈનલ્સ જીતનારી પ્રથમ નંબર-1 ખેલાડી છે. બાર્ટી પ્રથમવાર ટૂર્નામેન્ટમાં ઉતરી પ્રથમવારમાં ચેમ્પિયન બનનારી 5મી ખેલાડી બની.જોકોવિચે પાંચમીવાર પેરિસ માસ્ટર્સ ટાઈટલ જીત્યું : સર્બિયાના નોવાક જોકોવિચે રેકોર્ડ પાંચમીવાર પેરિસ માસ્ટર્સનું ટાઈટલ જીત્યું. જોકોવિચે શાપોવાલોવને ફાઈનલમાં 6-3, 6-4થી હરાવ્યો હતો. જોકોવિચે 4 વર્ષ બાદ અહીં ટાઈટલ જીત્યું છે.

Download Our B K News Today App



Related News