એશિઝ ડ્રો થયા બાદ ઓસ્ટ્રેલિયા ચોથા અને ઇંગ્લેન્ડ પાંચમા સ્થાને, ભારત પ્રથમ સ્થાને યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 18:03:14
  • Views : 490
  • Modified Date : 2019-09-16 18:03:14

  • ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પાંચમી ટેસ્ટમાં હરાવ્યું, એશિઝ 2-2થી ડ્રો ભારતના 120 પોઇન્ટ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના 56-56 પોઈન્ટએશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 135 રને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડને આ મેચ જીતવા બદલ 24 પોઇન્ટ મળ્યા હતા અને તે 56 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. જયારે કાંગારુંને એક પણ પોઇન્ટ મળ્યો ન હતો. તેના પણ 56 પોઈન્ટ્સ છે અને તે ચોથા સ્થાને છે.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાની બંને મેચ જીતનાર ભારત 120 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ન્યૂઝીલેન્ડની ટીમ 60 પોઇન્ટ સાથે બીજા અને શ્રીલંકાની ટીમ પણ 60 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.12માંથી 9 ટીમો ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહી છે 12 ટેસ્ટ રમનારા દેશોમાંથી ટોપ-9માં સામેલ ટીમો જ આ ચેમ્પિયનશિપ રમી શકે છે. આયરલેન્ડ અને અફઘાનિસ્તાનને ટૂર્નામેન્ટમાં રમવાની તક નહીં મળે. બીજી બાજુ ઝિમ્બાબ્વેની ટીમ પર પ્રતિબંધ લાગી ગયો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તમામ ટીમ 6 સીરીઝ રમશે. જેમાં ત્રણ સીરીઝ ઘરેલૂ અને ત્રણ વિદેશી જમીન પર હશે. એક સીરીઝમાં ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ 5 ટેસ્ટ રમી શકાય છે. લીગ રાઉન્ડ પૂર્ણ થયા બાદ જૂન 2021માં ઈંગ્લેન્ડના ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાશે. આ રીતે પોઈન્ટ્સ મળે છે કોઈ પણ ટીમને એક સીરિઝમાં વધુમાં વધુ 120 પોઇન્ટ મળી શકે છે. એટલે કે બે મેચની સીરિઝમાં એક મેચ જીતવા માટે 60 પોઇન્ટ અને પાંચ મેચની સીરિઝમાં એક મેચ જીતવા માટે 24 પોઇન્ટ મળે છે. ઓસ્ટ્રેલિયા પાંચ ટેસ્ટની સીરિઝમાં બે મેચ જીત્યું. તેને બે મેચ જીતવા બદલ 48 પોઇન્ટ મળ્યા છે. મેચ ડ્રો થઇ હોવાથી 8 (24/3) પોઇન્ટ મળ્યા છે. તેના કુલ 56 પોઇન્ટ છે. ભારતે બે ટેસ્ટની સીરિઝમાં બંને મુકાબલા જીત્યા હોવાથી તેને 120 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બે મેચની સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. બંને ટીમના 60-60 પોઇન્ટ છે.

Download Our B K News Today App



Related News