ચેન્નઈના કેપ્ટન ધોનીએ ટોસ જીત્યો; પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે, CSKમાં બ્રાવો અને તાહિરનું આગમન, RCBમાં રિચર્ડસનની જગ્યાએ ક્રિશ્ચિયન ટીમમાં સામેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 15:30:38
  • Views : 325
  • Modified Date : 2021-04-25 15:30:38

    IPL 2021 સીઝનની 19મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સપાટ વિકેટ પર રમાઈ રહી છે. પિચ સપાટ હોવાથી આ એક હાઈસ્કોરિંગ મેચ થાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે. CSK હંમેશા RCB પર હાવી થઈ છે, છેલ્લી 10 મેચમાં ચેન્નઈએ RCBની ટીમને 8 વખત પરાસ્ત કરી છે. ધોનીએ ટોઝ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ધોનીએ ટીમમાં 2 ફેરફારો કર્યા છે. મોઈન અલી અને લુંગી એન્ગિડીની જગ્યાએ બ્રાવો અને તાહિરને ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે RCBમાં વિરાટ કોહલીએ કેન રિચર્ડસનની જગ્યાએ ડેનિયલ ક્રિશ્ચિયનને સામેલ કર્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં RCB ટોપ પર છે, જ્યારે ચેન્નઈ બીજા ક્રમાંક પર છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં RCBએ આ સીઝનની તમામ 4 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ત્યાં, મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં CSKએ 4માંથી 3 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. 

IPLની વાત કરીએ તો CSK અને RCB વચ્ચે અત્યારસુધી (2008-2020) 26 મેચ યોજાઈ છે. જેમાંથી CSKએ 16, જ્યારે RCBએ 9 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. એક મેચ ટાઈ રહી છે. છેલ્લી 10 મેચમાં ચેન્નઈએ બેંગ્લોરને 8 વાર હરાવ્યું છે.


Download Our B K News Today App



Related News