કીપિંગ ગ્લબ્સ પર સેનાનો ખાસ લોગો લગાવી ધોની ઉતર્યો મેદાન પર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 14:10:26
  • Views : 556
  • Modified Date : 2019-06-06 14:10:26

વિશ્વકપમાં બુધવારે જ્યારે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરવા ઉતરી તો વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની એક ખાસ વાતને લઈને રચ્ચામાં રહ્યો હતો. આ મેચમાં ધોનીએ પોતાની વિકેટકીપિંગ માટે જે ગ્લબ્સ પહેર્યા હતા તેમાં ભારતીય સેનાના 'બલિદાન' બેઝનો લોગો લાગેલો હતો. કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીના ગ્લબ્સ પર ખાસ ફોર્સના ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો તો તેને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

Download Our B K News Today App



Related News