કિંગ કોહલીની સદી પર અનુષ્કા શર્માએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

  • Published By :
  • Published Date : 2022-09-09 13:01:32
  • Views : 273
  • Modified Date : 2022-09-09 13:03:49

વિરાટ કોહલીએ ફટકારી પોતાની 71મી સદી ;

ખૂબ ઓછા લોકોએ ભવિષ્યવાણી કરી હશે કે વિરાટ કોહલી એક ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમા સદી ફટકારશે. તેમણે ગુરુવારે દુબઈમા અફઘાનિસ્તાન સામે 1020 દિવસો બાદ એશિયા કપ ટુર્નામેન્ટમાં 122 રન ફટકાર્યા. આનો શ્રેય તેમણે વાઈફ અનુષ્કા શર્મા અને દીકરી વામિકાને આપ્યો છે. આ પર અનુષ્કા શર્માનું પણ રિએક્શન સામે આવ્યું છે. તેણે વિરાટની તસવીરો શેર કરતાં કહ્યું કે હંમેશા તારી સાથે છીએ આ સાથે જ તેણે દિલનું ઇમોજી પણ બનાવ્યું હતું. . જણાવી દઈએ કે કોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. અને આ સાથે જ ઓસ્ટ્રેલીયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગની બરાબરી પણ કરી લીધી છે. લગભગ ત્રણ વર્ષ બાદ ખરાબ ફોર્મમાંથી પસાર થયા પછી કોહલી પોતાની પહેલી સદી ફટકારીને હેરાન હતા, જેથી ભારતને 212/2 પર લઈ આવ્યા. 

અનુષ્કાએ શેર કરી વિરાટની તસવીરો 

તેમણે કહ્યું કે ગયા અઢી વર્ષોએ મને ઘણું શીખવ્યું છે. હું એક મહિનામાં 34 વર્ષનો થવા જઈ રહ્યો છું. એટલા માટે આ સદી સ્પેશિયલ છે. હું હેરાન હતો. આ છેલ્લું ફોર્મેટ છે, જેમાં મેં રન બનાવવાનુ વિચાર્યું હતું. કોહલીએ પોતાની 71મી આંતરરાષ્ટ્રીય સદી પોતાની પત્નીને સમર્પિત કરી છે, જેણે તેને આ માનસિક સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી છે.

 વિરાટે અનુષ્કાને આપ્યો શ્રેય 

તેમણે કહ્યું કે આ ઘણી બધી વસ્તુઓનું મિશ્રણ હતું. તેઓ કહે છે કે મેં પોતાની વીટીને કિસ કરી. તમે મને અહીં જોઈ શકો છો કેમકે એક વ્યક્તિએ મને અહી પહોંચવામાં ખૂબ જ મદદ કરી છે. તે અનુષ્કા છે. આ સદી તેના માટે અને અમારી નાની દીકરી વામિકા માટે પણ છે. કોહલીએ આઉટ થયા વિના 122 રનમાં 12 ચોક્કા અને છ સિક્સર ફટકાર્યા છે, જેમાં 200ની સ્ટ્રાઈક રેટથી એક જ સમયે ક્લાસ અને વિસ્ફોટક ક્રિકેટ શોટ્સનું મિશ્રણ હતું. તેમણે મેદાનની ચારે તરફ શૉટ ફટકાર્યા છે. 

 

Download Our B K News Today App



Related News