આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડકપ જીતી લેતાં ફેન્સમાં ખુશીનો માહોલ જોવાયો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-20 17:57:03
  • Views : 485
  • Modified Date : 2022-12-20 17:57:03

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ કતારના કુસૈલ આઈકોનિક સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાંસ વચ્ચે રમાયો હતો. આ મેચમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવીને ટાઈટલ પોતાના નામે કરી લીધું. આ જીત પછી સમગ્ર આર્જેન્ટિનામાં ખુશીનો માહોલ છે. પરંતુ આ મેચ દરમિયાન આર્જેન્ટિનાની એક ફેને એવું કર્યું કે જેને જોઈને તમે પણ શુન્ન થઈ જશો.

આ ફાઈનલ મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન જ્યારે આર્જેન્ટિનાના ગોંજાલો મોંટીલે ગોલ કર્યો તો આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું. આ વચ્ચે સ્ટેડિયમમાં જેવો કેમેરો ફેન્સ તરફ ઘૂમ્યો તો બધા હેરાન રહી ગયા. હકિકતમાં આર્જેન્ટિનાના એક ફેને આ ગોલ પછી ટોપલેસ થઈ ગઈ. તેના હાથમાં આર્જેન્ટિનાની જર્સી પણ જોવા મળી. આ ઘટનાને જોઈને સ્ટેડિયમ અને ટીવી પર મેચ જોનારા ફેન્સ સુન્ન રહી ગયા. આ ઘટનાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ ફેન્સને કપડા ઉતરી ઉજવણી કરવી ભારે પડી શકે છે.
ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ આરબ દેશમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય. કતારે ટૂર્નામેન્ટ પહેલા જ એક મોટો નિયમ બનાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કતારમાં મહિલાઓ એવા કપડા પહેરીને ન આવવું જેમાં તેમનું શરીર વધારે એક્સપોઝ થતું હોય. આવા કપડા પહેરવાથી જેલની સજા પણ થઈ શકે છે. પુરુષો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા હતા. કતારમાં પુરુષો એવું જીન્સ પહેલીને નથી ફરી શકતા જે તેમના ઘૂંટણને ઢાંકતા ન હોય. પરંતુ આ ફેન્સે નિયમોની વિરુદ્ધ જઈને તમામ હદો વટાવી દીધી હતી.

આર્જેન્ટિનાએ ત્રીજી વખત ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. આ પહેલા 1978 અને 1986માં આ ટ્રોફી જીતી છે. આ સાથે આર્જેન્ટિનાની ટીમે 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો છે. આ ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની જીતનો સૌથી મોટો હીરો લિયોનેલ મેસી રહ્યો હતો. મેસ્સીએ ફાઇનલમાં બે ગોલ કર્યા અને પેનલ્ટી શૂટઆઉટમાં પણ ગોલ કર્યા. તે જ સમયે, ચેમ્પિયન આર્જેન્ટિનાએ 18 કેરેટ સોનાની ટ્રોફી અને 42 મિલિયન ડોલર એટલે કે લગભગ 347 કરોડ રૂપિયા પોતાના નામે કર્યા.

Download Our B K News Today App



Related News