ભારત સામેની ટેસ્ટ સીરિઝ માટે અમોલ મુઝુમદારને દક્ષિણ આફ્રિકાનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-10 13:07:55
  • Views : 623
  • Modified Date : 2019-09-10 13:07:55

મુંબઇના ભૂતપૂર્વ બેટ્સમેન અમોલ મુઝુમદારને ભારત વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના ડાયરેક્ટર વેન ઝીલેના કાર્યકારી ડિરેક્ટરની કહ્યું હતું કે, "અમોલ અમારા માટે એકદમ યોગ્ય છે," "તે ભારતીય રમતની સ્થિતિ અને અમારા બેટ્સમેનોને કેવા પડકારોનો સામનો કરવાનો છે તે સારી રીતે જાણે છે. તેણે હાલમાં જ અમે ભારતમાં યોજાયેલા સ્પિન બોલિંગ કેમ્પમાં પણ મદદ કરી હતી અને અમારા યુવાઓ બેટ્સમેનો જેમ કે, ટેમ્બા બાવુમા, એડેન માર્કરામ સાથે તેનું સારું ટ્યુનિંગ સેટ થઇ ગયું છે."મુઝુમદારે કહ્યું કે, ક્રિકેટ જ હંમેશાં મારા માટે બધું છે. "એક ખેલાડી તરીકે પિચ પર 25 વર્ષ ગાળ્યા બાદ, હું ક્રિકેટ ક્ષેત્રે આગામી 25 વર્ષ યુવાઓને તૈયાર કરવા માગું છું. હું મારી કોચિંગ કારકિર્દીના આ નવા અધ્યાયને લઈને ખૂબ જ ઉત્સાહિત છું." દક્ષિણ આફ્રિકા 2 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં વિશાખાપટ્ટનમ, પૂણે અને રાંચીમાં ભારત વિરુદ્ધ ત્રણ મેચ રમવાની છે.અમોલ રણજીમાં સેકેન્ડ હાઈએસ્ટ રન સ્કોરર છે.1994માં હરિયાણા વિરુદ્ધ મુંબઇ (બોમ્બે) તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરનાર અમોલે ઘરેલું સ્તરે સતત પ્રદર્શન કર્યું હતું. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11167 રન કર્યા છે. તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની સૂચિમાં બીજા ક્રમે છે. સપ્ટેમ્બર 2014માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા અમોલે હવે વિવિધ ટીમોના કોચની ભૂમિકા સંભાળી છે. તેની પાસે બીસીસીઆઈ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી ઉચ્ચ પ્રદર્શનના કોચિંગ પ્રમાણપત્રો છે. નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ભારતની અંડર 19 અને અંડર 23ને કોચિંગ આપવાની સાથે, તે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો બેટિંગ કોચ પણ રહી ચૂક્યો છે. ડિસેમ્બર 2013માં તેણે નેધરલેન્ડ્સના બેટિંગ કોચની જવાબદારી પણ સંભાળી હતી.

Download Our B K News Today App



Related News