અમેરિકાની એલિસન ફેલિક્સ 12 ગોલ્ડ જીતનાર પ્રથમ રેસર બની, બોલ્ટનો રેકોર્ડ તોડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 16:03:50
  • Views : 512
  • Modified Date : 2019-09-30 16:03:50

અમેરિકાની મહિલા રેસર એલિસન ફેલિક્સે કતારની રાજધાની દોહામાં રવિવારે વર્લ્ડ એથલેટિક્સની 4*400 મીટરની મિક્સ્ડ રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફેલિક્સનું આ 12મુ વર્લ્ડ ટાઇટલ છે. તેણે સૌથી વધુ ગૉલ્ડ જીતનાર જમૈકાના ઉસેન બોલ્ટ (11 ગોલ્ડ)ને પાછળ છોડ્યો હતો. ફેલિક્સે પહેલો ગોલ્ડ 2005માં પોતાના નામે કર્યો હતો. 33 વર્ષીય ફેલિક્સે 200 મીટરમાં ત્રણ, 400 મીટરમાં એક, 4*100 મીટર રિલેમાં ત્રણ અને 4*400 મીટર રિલેમાં ચાર ટાઇટલ પોતાના નામે કર્યા હતા. બીજી તરફ બોલ્ટે 100 મીટરમાં ત્રણ, 200 મીટરમાં ચાર, 4*100 મીટર રિલેમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યો હતો.ફેલિક્સની સાથે વિલવર્ટ લંદન, કર્ટની ઓકોલો અને માઈકલ કેરી રેસમાં ઉતર્યા હતા. ચારેયે મળીને 3 મિનિટ 9.04 સેકેન્ડમાં રેસ પૂરી કરી હતી. આ ઇવેન્ટનો આ વર્લ્ડ રેકોર્ડ છે. ભારતના મોહમ્મદ અનસ, વિસમૈયા, જિસના મેથ્યુ અને નિર્મલ ટોમ સાતમા સ્થાને રહ્યા હતા.43 વર્ષીય વિએરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 50 કિ.મી. રેસ વૉક પણ ગરમીના કારણે રાતે થઈ. દોહામાં રાતે 11.30 કલાકે તાપમાન 28 ડિગ્રી થયા બાદ રેસ શરૂ કરવામાં આવી. આ કેટેગરીમાં ગોલ્ડ જાપાનના યુસુકે સુઝુકીએ અને મહિલા વર્ગનો ગોલ્ડ ચીનની લિયાંગ રુઈએ જીત્યો. પુરુષ વર્ગમાં બીજા નંબર પર પોર્ટુગલનો જોઆઓ વિએરા રહ્યો. 43 વર્ષીય વિએરા વર્લ્ડ ચેમ્પિયનશિપના 36 વર્ષના ઈતિહાસમાં મેડલ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બની ગયો છે. આ ઈવેન્ટમાં બ્રોન્ઝ કેનેડાના ઈવાન ડુનકીએ જીત્યો.31 વર્ષીય સુઝુકીએ 4 કલાક 4 મિનિટ 20 સેકન્ડનો સમય લીધો. આ રેસ વૉકમાં જાપાનને મેડલ અપાવનાર તે પ્રથમ ખેલાડી છે. જ્યારે વિએરાએ 4 કલાક 4 મિનિટ 59 સેકન્ડનો સમય અને ડુનકીએ 4 કલાક 5 મિનિટ 2 સેકન્ડનો સમય લીધો. ચીનની લી માઓકુઓ (4 કલાક 26 મિનિટ 40 સેકન્ડ)એ સિલ્વર અને ઈટાલીની એલોનોરા એના જિયોર્જી (4 કલાક 29 મિનિટ 13 સેકન્ડ)એ બ્રોન્ઝ જીત્યો. વિએરાએ રાતે રેસના આયોજન અંગે કહ્યું કે,'અહીં ગરમી વધુ છે. રેસ પૂર્ણ કરવા બરફ અને ઠંડા પાણીનો સહારો લેવો પડ્યો.' ગરમી અંગે ટીકાઓની વચ્ચે વર્લ્ડ ગવર્નિંગ બોડી આઈએએએફએ કહ્યું કે, 50 કિ.મી. વૉક દરમિયાન વધુ ધ્યાન આપ્યું. રેસ દરમિયાન રિફ્રેશમેન્ટ પોઈન્ટ અને મેડિકલ સ્ટાફની સંખ્યા વધારી.

Download Our B K News Today App



Related News