ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યુના દર્દીઓમાં ચિંતાજનક વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-06 12:27:58
  • Views : 220
  • Modified Date : 2022-09-06 12:27:58

  ગાંધીનગર શહેરીવિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરજન્ય બિમારીઓના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે તેમાં ખાસ કરીને ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધુ જોવા મળે છે.ઘણા કિસ્સામાં ડોક્ટર લેબોરેટરીના રીપોર્ટની રાહ જોયા વગર ક્લિનીકલી દર્દીને ડેન્ગ્યુ થયો હોવાનું નિદાન કરીને તેની સારવાર શરૂ કરી દે છે આવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાતા નથી તેવી સ્થિતિમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તો સામે મચ્છરજન્ય ચિકનગુનીયાએ પણ માથું ઉંચક્યું છે જેને લઇને હવે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. સામાન્ય રીતે વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ ઉભી થતી હોય છે. વાયરલના મચ્છરજન્યની સાથે પાણીજન્ય બિમારીઓના કેસ પણ આ દિવસોમાં વધુ હોય છે. આવી બિનઆરોગ્યપ્રદ ઋતુ હાલ ચાલી રહી છે. મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત  ચિકનગુનીયાનો કેસ પણ ગાંધીનગરમાં નોંધાયો છે. મચ્છરજન્ય આ બિમારીઓના દર્દીઓ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. જેને લઇને શહેર અને જિલ્લાના રહિશોને પોતાના ઘરની આસપાસ પાણી ભરાઇ ન રહે તે માટે ખાસ સુચના પણ આપવામાં આવી છે. આ વખતે મેલેરિયા કરતાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યાં છે જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.તેમાં પણ ખાસ કરીને ગાંધીનગર શહેરને સેક્ટર-૩, ૫ ,૧૩,૨૪,૨૨,૬ અને સે-૨૯ તથા સિવિલ કેમ્પસ ઉપરાંત ન્યુ ગાંધીનગર વિસ્તારમાં ડેન્ગ્યુના ખાસ દર્દીઓ સામે આવી રહ્યા છે. ગાંધીનગર સિવિલના તબીબોનું માનીયે તો એવા ઘણા દર્દીઓ છે જેમને ડેન્ગ્યુના એનએચવન ટેસ્ટ ન કરાવ્યા હોય પરંતુ તેમના લક્ષણો તમામ ડેન્ગ્યુના જ હોય આવા દર્દીઓને તાત્કાલિક ડેન્ગ્યુની સારવાર આપવામાં આવી રહી છે. આવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાતા નથી પરંતુ તેની સંખ્યા હાલ જે પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે છે તેના કરતા ડબલ હોવાનું પણ તબીબો જણાવી રહ્યા છે. ત્યારે આવી બિનઆરોગ્યપ્રદ ઋતુઓને લઇને ગાંધીનગર સિવિલ ઉપરાંત નગરના ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓથી ફુલ જોવા મળે છે.

Download Our B K News Today App



Related News