સર્જરી બાદ બુમરાહે ફરી શરૂ કર્યું રિહેબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-16 10:47:51
  • Views : 160
  • Modified Date : 2023-04-16 10:47:51

ભારતના ટોચના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ન્યુઝીલેન્ડમાં પીઠની સર્જરી સફળતાપૂર્વક કરાવ્યા બાદ બેંગાલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે શનિવારે જણાવ્યું હતું કે, બુમરાહના દર્દમાં રાહત થઈ છે અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તેને છ સપ્તાહની રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થવાની સલાહ આપી છે.

"
જસપ્રિત બુમરાહે ન્યુઝીલેન્ડમાં તેની પીઠના નીચેના ભાગ પર સર્જરી કરાવી હતી, જે સફળ રહી હતી અને તે પીડામુક્ત છે. સ્પેશિયાલિસ્ટે ફાસ્ટ બોલરને સર્જરીના છ સપ્તાહ બાદ પોતાનું રિહેબ શરૂ કરવાની સલાહ આપી હતી અને તે મુજબ બુમરાહે શુક્રવારથી બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પોતાનું રિહેબ મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે.

બુમરાહ સપ્ટેમ્બર 2022ના અંતથી ક્રિકેટથી દૂર છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની ઘરઆંગણાની શ્રેણી દ્વારા પીચ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની પીઠના દુખાવાને કારણે તે આમ કરી શક્યો નહતો. તે પીઠની સર્જરી માટે ગયા મહિને ન્યૂઝીલેન્ડ જવા રવાના થયો હતો, જેમાં તેને 7 જૂને ઓસ્ટ્રેલિયા સામે 2023 ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઇનલમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

આ દરમિયાન બીસીસીઆઈએ કહ્યું કે, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને આવતા અઠવાડિયે પીઠની સર્જરી કરાવવામાં આવશે. જો ઈંગ્લેન્ડમાં આ સર્જરી સફળ રહેશે તો ઐય્યર બે સપ્તાહ સુધી નિરીક્ષણ હેઠળ રહેશે અને ત્યાર બાદ રિહેબિલિટેશન માટે બેંગાલુરુમાં એનસીએ જશે.

ગયા ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસથી પાછા ફર્યા બાદથી અય્યર પીઠના નીચેના ભાગની નસમાં ઈજાથી પીડાઈ રહ્યો હતો. લગભગ છ ઇન્જેક્શન લેવા છતાં અય્યરની સમસ્યા ઓછી ન થઈ, જે બાદ તેણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.

Download Our B K News Today App



Related News