ઈંગ્લેન્ડને હરાવીને ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાને ૧-૧થી બરોબરી મેળવી

  • Published By :
  • Published Date : 2022-09-23 16:33:09
  • Views : 222
  • Modified Date : 2022-09-23 16:33:09

કેપ્ટન બાબરે ફરી ફોર્મ બતાવતા ૬૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૧૧૦ રન અણનમ રહીને ફટકાર્યા હતા. જ્યારે રિઝવાને પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૫૧ બોલમાં અણનમ ૮૮ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડ એક પણ વિકેટ ઝડપી શક્યું નહતુ. ડેવિડ વિલીએ ૩.૩ ઓવરમાં ૧૨.૫૭ની ઈકોનોમીથી ૪૪ રન આપ્યા હતા. જ્યારે લ્યૂક વૂડે પણ ચાર ઓવરમાં ૪૯ રન આપ્યા હતા. મોઈન અલીની ૧ જ ઓવરમાં પાકિસ્તાને ૨૧ રન લીધા હતા. અગાઉ ઈંગ્લેન્ડે બીજી ટી-૨૦માં તેઓની ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૯૯ રન નોંધાવી પાકિસ્તાનને ૨૦૦ રનનો પડકાર આપ્યો હતો. માલન (૦)ને બાદ કરતા તમામ મુખ્ય બેટ્સમેનોએ ઉપયોગી રન કર્યા હતા. જો કે ડુકેટ્ટના ૨૨ બોલમાં ૪૩ અને બુ્રક્સના ૩ છગ્ગા ૧ ચોગ્ગા સાથે ૧૯ બોલમાં ૩૧ રન બાદ કેપ્ટન મોઈન અલીએ ૨૩ બોલમાં ૪ ચોગ્ગા, ૪ છગ્ગા સાથે અણનમ ૫૫ રન ફટકારતા પાકિસ્તાન પર દબાણ સર્જાય તેવો સ્કોર થયો હતો.બાબરે અણનમ ૧૧૦ અને રિઝવાને અણનમ ૮૮ રન ફટકારતાં પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની શ્રેમીની બીજી ટી-૨૦માં ત્રણ બોલ બાકી હતા, ત્યારે ૧૦ વિકેટથી વિજય મેળવ્યો હતો. આ સાથે સાત ટી-૨૦ની શ્રેણીમાં પાકિસ્તાને ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. જીતવા માટેના ૨૦૦ના ટાર્ગેટને પાકિસ્તાને ૧૯.૩ ઓવરમાં વિના વિકેટે પાર પાડયો હતો.

Download Our B K News Today App



Related News