અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 25 રને હરાવ્યું, મોહમ્મદ નાબીએ 54 બોલમાં 84* રન ફટકાર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 14:36:45
  • Views : 468
  • Modified Date : 2019-09-16 14:36:45

અફઘાનિસ્તાને ટ્રાઈ સીરિઝની મેચમાં રવિવારે બાંગ્લાદેશને 25 રને હરાવ્યું હતું. આ સાથે અફઘાનિસ્તાન પ્રથમ રાઉન્ડમાં અપરાજિત રહ્યું હતું. તેણે બાંગ્લાદેશ પહેલા ઝિમ્બાબ્વેને પણ હરાવ્યું હતું, જયારે બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામે જીત મેળવી હતી. બીજા રાઉન્ડની શરૂઆત બુધવારથી થશે, ઝિમ્બાબ્વે ટૂર્નામેન્ટમાં જીવંત રહેવા બાંગ્લાદેશ સામે ચિતાંગ્રામ ખાતે રમશે.નાબીએ અફઘાનિસ્તાનને મજબૂત સ્થિતિમાં લાવી દીધુંપ્રથમ દાવમાં અફઘાને 40 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નાબીએ શાનદાર બેટિંગ કરતા ટીમને સન્માનજનક સ્કોર સુધી લાવી દીધી હતી. તેણે 54 બોલમાં 3 ચોક્કા અને 7 છગ્ગાની મદદથી અણનમ 84 રન કર્યા હતા. તેણે પૂર્વ કપ્તાન અસઘર અફઘાન સાથે પાંચમી વિકેટ માટે 79 રન જોડ્યા હતા. અફઘાને 40 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે મોહમ્મદ સૈફુદ્દીને 4 વિકેટ ઝડપી હતી.મુજિબના સ્પિન સામે બાંગ્લાદેશ ફેલ165 રનનો પીછો કરતા બાંગ્લાદેશે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. મુજિબ ઉર રહેમાનના સ્પિન સામે બાંગ્લાદેશના મુખ્ય બેટ્સમેનોએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. મુજિબે લિટન દાસ, શાકિબ અલ હસન, સૌમ્ય સરકાર અને સબ્બીર રહેમાનને આઉટ કરીને બાંગ્લાદેશના બેટિંગ લાઈનઅપની કમર તોડી હતી. મહમદુલ્લાહે 44 રન કરીને ફાઇટ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઇનિંગ્સ ટીમને મેચ જીતાડવા માટે પૂરતી ન હતી.અફઘાનિસ્તાને પોતાનો જ રેકોર્ડ તોડ્યોઆ મેચ જીતીને અફઘાનિસ્તાને ટી-20 ઇન્ટરનેશનલમાં સતત 12મી મેચ જીતી હતી. તેણે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ જીતવાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. અગાઉ 11 જીતનો રેકોર્ડ તેના નામે જ હતો. આ સૂચિમાં 9 જીત સાથે પાકિસ્તાન ત્રીજા અને 8-8 જીત સાથે ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સંયુક્તપણે ચોથા સ્થાને છે.

Download Our B K News Today App



Related News