ગાંધીનગર શહેરમાં ૪ અને સમગ્ર જિલ્લામાં માત્ર ૬ ધંવન્તરી આરોગ્ય રથો ફરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-11 17:14:46
  • Views : 328
  • Modified Date : 2020-06-11 17:14:46

ગાંધીનગર શહેરમાં ૪ અને સમગ્ર જિલ્લામાં માત્ર ૬ ધંવન્તરી આરોગ્ય રથો ફરશે 

 જિલ્લાના ગ્રામ્ય અને મહાનગરપાલિકામાં નાગરિકોના આરોગ્યની સ્થળ પર જ તપાસ થઇ શકે તેવા ઉમદા હેતુથી ૧૦ ધંવન્તરી આરોગ્ય રથનું જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્ય અનેજિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાનના હસ્તે લીલીઝંડી આપીને પ્રસ્થાનકરાવવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં કુલ-૧૦ ધંવન્તરી  આરોગ્ય રથ આપવામાં આવ્યા છે. જેમાંથી ૬ ધંવન્તરી આરોગ્ય રથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અને ૪ રથ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરશે. એક ધંવન્તરી આરોગ્ય રથમાં એક તબીબી અધિકારી, આરોગ્ય કર્મચારી સાથે રહેશે. નક્કી કરેલા વિસ્તારમાં આ રથ ઉભો રહેશે. તબીબી અધિકારી દ્વારા જે વ્યક્તિઓ આવશે, તેમના આરોગ્યની તપાસ સ્થળ પર જ કરશે. જરૂરિયાત મુજબ સ્થળ પર પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. શંકાસ્પદ કોવિડ-૧૯ ના લક્ષણો જો કોઇ વ્યક્તિમાં દેખાશે તો તેમને સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે રીફર કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાનએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છ ધંવન્તરી આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકામાં બે રથ, માણસા શહેરી વિસ્તારમાં એક રથ, દહેગામ શહેરી વિસ્તારમાં એક રથ તેમજ કલોલ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે એક-એક મળી કુલ- બે રથ ફેરવવામાં આવશે. કારોનાથી બચવા માટે આયુર્વેદિક સંશમની વટી તથા હોમિયોપેથિક દવા આર્સેનિકમ આલ્બમ-૩૦ નું પણ વિતરણ કરવામાં આવશે. તાવના દર્દીઓને મેલેરિયાનીતપાસ સ્થળ ઉપર જ કરી આપવામાં આવશે. વધુમાં કોવિડ-૧૯ અને વાહકજન્ય રોગો અંગેની પત્રિકાઓ જનસમુદાયને વિતરણ કરી જનજાગૃત્તિ ફેલાવવામાં આવશે.



Download Our B K News Today App



Related News