ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેજર અપસેટની હારમાળા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 15:33:11
  • Views : 472
  • Modified Date : 2023-01-20 15:33:11

ઓસ્ટ્રેલિયન ઓપનમાં અપસેટની  હારમાળા ચાલું છે. સિંગલ પુરુષમાં રફેલ નડાલ બાદ આજે વધુ એક અપસેટ સર્જાયો હતો. સિંગલ પુરુષમાં બીજો ક્રમ ધરાવતો કેસ્પર રુડીને જેંસન બ્રુક્સબીએ હરાવતા તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો.  જેંસન બ્રુક્સબીએ કેસ્પર રુડીને 6-3, 7-5, 6-7, 6-2થી હરાવ્યો હતો. આ સાથે જ ટાઈટલ જીતવાના પ્રબળ દાવેદાર જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે. નડાલ અને કેસ્પર રુડ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા બાદ સ્ટેફાનોસ સિત્સિપાસ અને નોવાક જોકોવિચ પુરૂષ સિંગલ્સ ટાઇટલ જીતવાના ફેવરિટ છે.

નડાલે આ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જેક ડ્રેપરને હરાવ્યો હતો. જો કે તે શાનદાર રિધમમાં દેખાઈ રહ્યો નહોતો. બીજા રાઉન્ડમાં તેણે સારી શરૂઆત કરી હતી પરંતુ પ્રથમ સેટ હારી ગયો હતો. બીજા સેટમાં તે ઈજાગ્રસ્ત થયો અને તેણે બ્રેક લીધો. બ્રેકમાંથી પરત આવ્યા બાદ તે જૂની રિધમમાં જોવા મળ્યો ન હતો અને મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

આ ટુર્નામેન્ટમાંથી કેસ્પર રુડ નડાલની જેમ બહાર નીકળી ગયો હતો.  બીજા રાઉન્ડમાં પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ તેણે ટાઇમ આઉટ લીધો અને ત્રીજો સેટ 7-6ના નજીકના માર્જિનથી જીત્યો. જો કે તે ચોથા સેટથી તેની રિધમ ગુમાવી બેઠો હતો અને ટેનિસ રેન્કિંગમાં 39મા ક્રમે રહેલા બ્રક્સબી સામે 2-6થી અંતરથી હારી ગયો હતો. આ સાથે જ આ ટૂર્નામેન્ટમાં તેની યાત્રાનો અંત આવ્યો હતો. આ હાર સાથે રુડનું નંબર વન ટેનિસ ખેલાડી બનવાનું સપનું હાલ પૂરતું પડી ભાંગ્યું છે.

Download Our B K News Today App



Related News