રોહિત શર્માને જોઈને રડવા લાગ્યો નાનકડો ચાહક કેપ્ટને બાળકનો ગાલ ખેંચીને કહ્યું, રડતો નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-11 16:00:48
  • Views : 488
  • Modified Date : 2023-01-11 16:00:48

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા તેના નાનકડા ચાહકને રમાડી કરી રહ્યો છે. પોતાના સ્ટાર ક્રિકેટરને જોઈને આ બાળક રડવા લાગ્યો હતો. આસપાસના લોકો બાળકને ખીજવી કરી રહ્યા હતા. ત્યારે જ રોહિત બાળક પાસે આવ્યો અને તેના ગાલને સ્પર્શ કરી કહ્યું, ‘રડતો નહીં’. રોહિત શર્મા હાલ ભારતીય ટીમના કેપ્ટન છે. રોહિતને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેની બેટિંગસ્ટાઈલ જોઈને લોકો તેને ‘હિટ મેન’ કહીને બોલાવે છે.

આ વીડિયો @CricCrazyJohns નામના યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અમુક કલાકોમાં જ આ વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એ જ સમયે આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News