ગોવામાં રજાઓ માણી ટીમ સાથે જોડાયેલા KKRના પ્લેયર નીતીશ રાણાનો રિપોર્ટ પોઝિટિવ, ટૂર્નામેન્ટને 8 દિવસની વાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 17:21:00
  • Views : 399
  • Modified Date : 2021-04-01 17:21:00

    ઈન્ડિયન પ્રીમયર લીગ(IPL) પર કોરોનાનું સંકટ છે. 14મી સીઝન શરૂ થાય એના 8 દિવસ પહેલાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) ટીમનો પ્લેયર નીતીશ રાણા કોરોનાથી સંક્રમિત થયો હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાણા ગોવામાં રજાઓ ગાળ્યા પછી ટીમમાં જોડાયો હતો. બે દિવસ પહેલાં જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે BCCI અને KKR તરફથી અત્યારસુધીમાં કોઈ અધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી.

    સૂત્રોના જણાવ્યા મુજબ, નીતીશ મુંબઈસ્થિત ટીમ હોટલમાં ક્વોરન્ટીન છે. ડોક્ટરની ટીમ તેની દેખરેખ કરી રહી છે. IPLની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થાય છે. ફાઈનલ 30 મેના રોજ થશે. પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની વચ્ચે રમાવાની છે. KKRની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે છે.નીતીશે ગત વર્ષે KKR માટે 14 મેચમાં 25.14ની સરેરાશથી 254 રન બનાવ્યા છે. તેણે IPLમાં અત્યારસુધીમાં રમેલી 60 મેચમાં 28.17ની સરેરાશથી 1437 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 135.56ની રહી છે.

    KKR ટીમ સાથે લગભગ તમામ ખેલાડીઓના ફોટા શેર કરેલા છે. શુભમન ગિલ, કમલેશ નાગરકોટી અને શિવમ માવી જેવા પ્લેયર્સે ટ્રેનિંગ કરતાં ફોટો પણ શેર કર્યા છે. KKRની સોશિયલ મીડિયા સાઈટ્સ પર આંદ્રે રસેલ, કેપ્ટન ઓએન મોર્ગેન, દિનેશ કાર્તિક અને સુનીલ નરેન પણ પ્રેક્ટિસ કરતા દેખાયા છે, જોકે રાણા ક્યાંય દેખાયો નથી.તાજેતરમાં થયેલી ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં નીતીશ ટોપ-5 રન સ્કોરરમાં સામેલ હતો. તેણે દિલ્હી તરફથી રમતા 7 મેચમાં 66.33ની સરેરાશથી 398 રન બનાવ્યા. એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરી પણ લગાવી હતી. તેની સ્ટ્રાઈક રેટ 97.78 રહી.જે ખેલાડીઓ ઈંગ્લેન્ડ સિરીઝ કે કોઈ બીજી ટૂર્નામેન્ટ રમ્યા પછી બાયો-બબલમાંથી નીકળીને IPL ટીમના બાયો-બબલમાં આવે છે તો તેમને સીધી ટ્રેનિંગ કરવાની અનુમતિ છે. જો કોઈ ખેલાડી બાયો-બબલમાંથી આવતો નથી તો તેને ટીમના બનેલા બબલમાં આવવા માટે 7 દિવસ ક્વોરન્ટીન રહેવું જરૂરી હશે. આ દરમિયાન તેના ત્રણ ટેસ્ટ થશે. નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ ટીમની સાથે બાયો-બબલમાં એન્ટ્રી કરી શકાય છે.

    ગત સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં બાયો-સિક્યોર માહોલમાં થઈ હતી. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં જ ચેન્નઈ સુપરકિંગ્સ(CSK) ટીમના દીપક ચહર અને ઋતુરાજ ગાયકવાડ સહિત 11 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે એ પછી સમગ્ર ટૂર્નામેન્ટમાં કોરોનાના કોઈ કેસ પ્રકાશમાં આવ્યા ન હતા.BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે IPL 2020 માટે તૈયાર કરવામાં આવેલા બાયો-બબલમાં 400 ખેલાડી અને સ્ટાફ રોકાયા હતા. અઢી મહિનામાં લગભગ 30થી 40 હજાર ટેસ્ટ કરાવવામાં આવ્યા, જેથી તમામ સુરક્ષિત રહી શક્યા.


Download Our B K News Today App



Related News