47 વર્ષ બાદ એશીઝ શ્રેણી સરભર, ટ્રોફી ઓસ્ટ્રેલિયા પાસે જ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 13:30:41
  • Views : 470
  • Modified Date : 2019-09-16 13:30:41

ઇંગ્લેન્ડે એશીઝ શ્રેણીની પાંચમી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 135 રને હરાવતાં શ્રેણી 2-2થી સરભર રહી છે. 47 વર્ષ બાદ શ્રેણી સરભર રહી. આ અગાઉ 1972માં શ્રેણી 2-2થી સરભર રહી હતી. ગત શ્રેણી ઓસ્ટ્રેલિયાએ જીતી હોવાથી ટ્રોફી તેની પાસે જ રહેશે. એશીઝની આ 71મી શ્રેણી હતી. ઓસ્ટ્રેલિયા 33 જ્યારે ઇંગ્લેન્ડ 32 વખત શ્રેણી જીત્યું છે. 6 વખત શ્રેણી ડ્રો રહી છે. 5 મેચની શ્રેણીમાં 7 ઇનિંગ્સમાં 3 સદી અને 3 અર્ધસદી સાથે 111ની સરેરાશથી 774 રન બનાવનાર સ્મિથ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો. આ અગાઉ રવિવારે મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 8 વિકેટે 313 રનથી આગળ રમવાનું શરૂ કર્યા બાદ તેનો બીજો દાવ 95.3 ઓવરમાં 329 રન પર સમેટાઇ ગયો. ઓફ સ્પિનર લાયને 4 વિકેટ લીધી. આ રીતે ઓસ્ટ્રેલિયાને 399 રનનું લક્ષ્ય મળ્યું. જવાબમાં તેની શરૂઆત ખરાબ રહી. બન્ને ઓપનર વોર્નર (11) અને હેરિસ (9) માત્ર 29 રન પર આઉટ થયા. બન્નેને બ્રોડે આઉટ કર્યા. લબુચાને (14) અને સ્મિથ પણ કંઇ ખાસ ન કરી શક્યા. મેથ્યૂ વેડે 117 રન બનાવી ટીમને વહેલી ઓલઆઉટ થતી બચાવી. આખી ટીમ 263 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ. બ્રોડ અને લીચે 4-4 વિકેટ લીધી.કમિન્સ,બેટિંગમાં સ્મિથ મોખરેઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે શ્રેણીમાં સૌથી વધુ 29 વિકેટ લીધી. બ્રોડ 23 વિકેટ સાથે બીજા અને આર્ચર 22 વિકેટ સાથે ત્રીજા ક્રમે રહ્યો. બેટિંગમાં સ્મિથે સૌથી વધુ 774 રન કર્યા. સ્ટોક્સ 441 રન સાથે બીજા ક્રમે રહ્યો.

Download Our B K News Today App



Related News