5 બોલર્સમાં 4 પેસર, એકલા સુનિલ જોશી સ્પિનર, આ બધાએ કુલ 53 ટેસ્ટ જ રમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 15:29:16
  • Views : 408
  • Modified Date : 2020-12-25 15:29:16

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે સિનિયર નેશનલ સિલેક્શન કમિટીના 3 નવા સભ્યોના નામની જાહેરાત કરી છે. આ છે ચેતન શર્મા, અભય કુરુવિલા અને દેવાશીષ મોહંતી. સુનીલ જોશી અને હરવિંદર સિંહ પહેલાથી જ કમિટીમાં છે. હવે તેને સંયોગ કહીએ કે કંઈક બીજું કે પાંચેય પસંદગીકારો બોલરો છે અને તે બધા ભારત માટે રમ્યા છે.કમિટીમાં ચીફ સિલેક્ટર ચેતન શર્મા સહિત 4 પેસ બોલર છે. સુનિલ જોશી સ્પિનર છે. તમામના અનુભવની વાત કરીએ તો તેમાં ચેતને સૌથી વધુ 23 ટેસ્ટ રમી છે. તમામે કુલ 53 ટેસ્ટ રમી છે. આ નવી કમિટી ઈંગ્લેન્ડ સામે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થનાર હોમ સીરિઝ માટે ટીમની પસંદગી કરશે.વધુ એક સંયોગ પર નજર નાંખીએ. ખરેખર, નવી સિલેક્શન કમિટીની પસંદગી ક્રિકેટ એડ્વાઇઝરી કમિટી (CAC)એ કરી છે. તેમાં 3 સભી છે. વે પુરુષ અને એક મહિલા. મદનલાલ અને આરપી સિંહ ફાસ્ટ બોલર રહ્યા છે. મહિલા સભ્ય સુલક્ષણા નાઇક વિકેટકીપર રહી છે. CACએ સીનિયર નેશનલ સિલેક્શન કમિટીના 3 નવા સભ્યની પસંદગી માટે 11 લોકોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News